નિષ્ફળતા …સફળતાની સીડી

     હકીકતમાં તો નિષ્ફળતા એ સૌથી અસરકારક પદ્ધતિઓ પૈકીની એક છે.જેનો તમે સફળ થવા માટે ઉપયોગ કરી શકો છો.

    નિષ્ફળતાથી તમે ડરો નહિ,નિષ્ફળતાને ટાળો નહિ !નિષ્ફળતાને સ્વીકારી લો.નિષ્ફળતાનો ઉપયોગ કરો.થોમસ આલ્વા એડીસન દુનિયાના કોઈપણ માણસ કરતાં સૌથી વધારે વાર નિષ્ફળ નિવડ્યા હતા..અને તેથી કોઈપણ વ્યક્તિ કરતા, એ વધારે જાણતા હતા કે કઈ વસ્તુ કારગત નહિ નીવડે.!અને એવી માહિતીને લીધે જ તે કોઈપણ વ્યક્તિ કરતા સૌથી વધુ સફળ નિવડ્યા.લગભગ ૧૦૯૩ જેટલી શોધખોળ તેમના નામે લખાઈ છે.અને એ શોધખોળો પણ કોઈ સામન્ય શોધખોળ નથી.

     સૌથી પહેલા તો એમણે સ્ટોક ટિકર અને પ્રિન્ટર શોધ્યાં જે એમણે ૪૦ હજાર ડોલરમાં વેચી માર્યા.એ પૈસામાંથી એમણે શોધખોળ કરવાનું ચાલુ રાખ્યું.અને એક નિષ્ણાત માણસને રોક્યો કે જે તેમને ઝડપભેર નવી અને ઉત્કૃષ્ટ વસ્તુઓ શોધી શકે.જેમ જેમ એ વધારે પૈસા મેળવતા ગયા એમ એમ એ વેતન,સાધનો અને પ્રયોગ પાછળ ખર્ચતા ગયા.નિષ્ફળતાઓ પાછળ ખર્ચતા ગયા.જેના થકી યોગ્ય અને કારગત વસ્તુઓની શોધખોળ જ કરવા લાગ્યા.

 તમે ક્યારેય નિષ્ફળ નિવડ્યા છો ?જો હા,તો અભિનંદન !કારણ કે હવે તમે જાણો છો કે કઈ વસ્તુ કારગત નહિ નિવડે ,કઈ વસ્તુ કામ નહિ આપે .

    એડિસન ,નિષ્ફળતાઓની લાંબી હારમાળાને અંતે લખે છે,

  “હવે અમે જાણીએ છીએ ,૧૦૦૦ જેટલી વસ્તુઓ કારગત નિવડતી નથી.જે કામ આપતી નથી.એટલે હવે અમે વસ્તુ કારગત નિવડશે એ શોધી કાઢવાની ખૂબ નજીક આવી ગયા છીએ.એડિસન ખરેખરતો ,નિષ્ફળ નિવડતા નિવડતા સફળ થયા હતા.એડિસન જાણી જોઇને ,પોતાની મોઘીદાટ એવી મશીનરી ,કે જેને બદલવા માટે જીવનભરની મૂડી લગાડવી પડે તે મશીનરીને સળગાવી મારી હતી.શા માટે ?સળગતા પહેલા એ કેટલું પ્રતીબળ સહી શકે છે તે જાણવા.કે જેથી તે વધારે પ્રતિબળ સહી શકે એવું વધારે સારું મશીન ઉભું કરી શકે.

    શું તમે નિષ્ફળતા અંગે ચિંતા સેવો છો ?શું તમને નિષ્ફળ નિવડવાની ચિંતા સતાવી રહી છે? કદાચ,તમે પૂરતા પ્રમાણમાં નિષ્ફળ નિવડ્યા નથી કે જેથી વસ્તુ કારગત નિવડે એ શોધી શકો અને કઈ વસ્તુ કારગત નિવડશે તે જાણી શકો ! યાદ રાખો તમારે પ્રયત્નો કરતાં રહેવાનું છે! ખભા ઉપર બેટ સાચવીને બેસી રહો તેનાથી કઈ દડો ફટકારાય નહી ! અને  એપણ યાદ રાખો કે એડિસન ૧૮ કલાક પ્રયત્નો કરતા હતા.તેમણે ૧૦૯૩ જેટલી નવી શોધખોળો કરી હતી.જેની એમણે સનદ મેળવી હતી.પોતાના માટે એ અબજો ડોલર કમાયા અને માનવજાત માટે અસંખ્ય સુવિધાઓ ઉભી કરી.તેમણે ફોનોગ્રાફની શોધ કરી જેના વડે અવાજનું મુદ્રણ થઇ શકતું .એમણે વિજળીથી ચાલતો બલ્બ શોધ્યો જેણે જગતને અજવાળ્યું.એમણે શોધ કરી ચલચિત્રની,માઈક્રોફોનની ,મિમિઓગ્રાફની અને મેડિકલ ફ્લોરોસ્કોપની.

   આ શોધખોળો પુરુષાર્થનું પરિણામ હતું.દિવ્ય પ્રેરણાનું નહિ.વિશિષ્ટ પ્રકારની પ્રતિભા એટલે ૧ % અંતઃ પ્રેરણા અને ૯૯ % પુરુષાર્થ !અને તેમણે તે પૂરવાર કર્યું દિવસના ૧૮ કલાક કામ કરીને !

   નિકલ આયર્ન આલ્કેલાઈન સ્ટોરેજ બેટરી શોધવા માટે એમણે લાગલગાટ ૧૦ વર્ષ પુરુષાર્થ કર્યો હતો.તેમણે અને તેમના સ્ટાફે ૧૭૦૦૦ જેટલી વિવિધ પ્રકારની વનસ્પતિઓ વર્ગીકૃત કરી હતી.તેનું પરીક્ષણ કર્યું હતું.અને તે પછી,માત્ર એક જ છોડમાંથી પૂરતા પ્રમાણમાં લેટેક્ષ રબર જેવા વૃક્ષમાંથી ઝરતો દૂધ જેવો સફેદ રસ ખેચી કાઢવામાં સફળ નિવડ્યા હતા.જયારે તમે એકવાર સફળ નિવડવા માટે ૧૭૦૦૦ વાર નિષ્ફળ નિવડવા તૈયાર થાવ ત્યારે તમને નિષ્ફળતાની કિમત સમજાવવા માંડે છે.

 તે માત્ર છ મહિના શાળામાં ભણ્યા હતા.છતાં ૧૦૯૩ જેટલી શોધખોળ કરી હતી.શું આપણે બધા છ મહિના કરતા વધારે સમય શાળામાં ભણ્યા છીએ ? તો શાળામાંથી બહાર નિકળ્યા પછી આપણે નામે કઈ સિદ્ધી પ્રાપ્ત કરી છે ખરી?

 સરેરાશનો સિદ્ધાંત એ વાતની બાહેધરી આપે છે કે જો તમે તમરી નિષ્ફળતામાં બોધપાઠ લો અને તમારા પ્રયત્નો જારી રાખો તો અંતે તમે અવશ્ય સફળ થશો જ.

Leave a Reply