પુરાની યાદો કી બાત અનેરી

પુરાની યાદે કુછ ઇસ તરહ હોતી હે
જીસે દેખો તો ખ્વાબ હે

      નવરંગ પુરા નામનું એક ગામ હતું. તે ગામમાં એક વિશ્વકર્મા નામની પ્રાથમિક  શાળા હતી તેમાં સાતસો (700) વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા.તેમાં એક નરેન નામનો વિદ્યાર્થી હતો તે ભણવામાં મીડીયમ હતો પણ   અધર પ્રવૃત્તિ જેમ કે,પ્રાર્થના,કબળી ,કોથડાકુદ, લીંબુ ચમચી, વકરુત્વ સ્પર્ધા, નાટક, વગેરે પ્રવૃત્તિમાં તે ખૂબ ભાગ લેતો હતો અને તે એ પ્રવૃત્તિ ખૂબ સારી રીતે કરતો હતો અને તેની એક ખૂબ સરસ આદત હતી કે શાળા માં જયારે છૂટી પડે ત્યારે તે બધા શિક્ષકોને તે પગે લાગીને જતો હતો. તેને ખૂબ સારા એવા મિત્રો પણ હતા જે તેને ખૂબ સાથ આપતા જેમ કે,કિશન,રાજુ,શનિ, વિશાલ,રંજન,ઉર્વી,હેતલ,રીંકુ,રોશની,વગેરે તેના ખૂબ સરસ મિત્રો હતા. 

             બધા સાથે રમતા અને બધા પોતાના ઘરેથી નાસ્તો લાવતા અમુક બાજુમાં મમતા માસીની દુકાનેથી નાસ્તો લઈને આવે અને પછી બધા ગોલ કુંડાળું કરી ને બેસી જતા અને *કરાગ્રે વસતે લક્ષ્મી સ્લોક* બોલીને બધા મિત્રો નાસ્તો કરતા અને કોઈ અલગ નાસ્તો લાવે તો બધા તે ડબો એક બીજા પાસે થી પડાવી લેતા અને નાસ્તો કરતા ખૂબ મસ્તી પણ કરતા અને તેમાં નરેન નાસ્તો કરવા માં ખૂબ ધીમો તેથી બધા નાસ્તાનો ડબો જેનો જટ ખત્મ થઈ જાય તે પોતાનો ડબો લઈને નડે ધોઈ નાખે અને ત્યાં એક બીજાને પાણી ઉડાડે અને પછી બધા ભેગા થઈ ને દોડપકડ રમતા,બરફ-પાણી ,ખો - ખો રમતા ખૂબ મસ્તીથી રમતા. 

       જ્યારે પંદરમી ઓગસ્ટ આવે ત્યારે છોકરીઓ ડાંસ ની પેક્ટિસ કરવા માટે જયારે રૂમમાં જાય ત્યારે થોડી વાર પછી અમે તે રૂમ નો દરવજો ખખડાવતા અને ત્યાંથી ભાગી જતા પછી બે - ત્રણ વાર ખખડાવીએ એટલે છોકરીઓ અમારી પાછળ  અમને પકડવા આવતી અને પંદરમી ઓગસ્ટ ના દિવસે જે પ્રવૃત્તિ માં ભાગ લીધો હોએ તે ખૂબ તૈયાર થઈ ને આવે અને પછી કાર્યક્રમ પૂરો થઈ જાય પછી અમારા ગ્રુપ માં કોઈને પ્રાઈઝ કે નાસ્તો મલે તો ભેગા બેસીને કરીયે અને કોઈ તેના ભાઈ કે પપાનો ફોન લઈને આવે તો ખૂબ ફોટા પાડતા અને પછી બધા ઘરે જતા હતા.

          તે શાળા માં શિક્ષકો ખૂબ સરસ હતા તેમાં એક ઉર્મિલા ટીચર હતા જે ભણાવામાં ખૂબ સરસ હતા પણ જો કોઈક વાર લેશન ના લાવો કે દાખલ ના આવડે તો તે પેટમાં એવો ચૂટલો ભરે કે બે દિવસ સુધી તે ખૂબ દુઃખે પણ તે સ્વભાવ ના તે ખૂબ સરસ હતા અને નરેન ને તો તે નરીયો કઇ ને તે બોલાવતા તેને ખૂબ ગમતુ અને તેમની ઘરે બગીચા હતો તેની સફાઈ માટે તેમના મિત્રો ને કેતા તો તે ત્યાં જતાં પછી તે તેમને ભરપેટ નાસ્તો કરાવતા અને બગીચામાં બેસીને નાસ્તો કરવા ખૂબ જ મજા આવતી અને અમે બધા ખૂબ ખુશ ખુશ થઈ જતા અને પછી બધા હીંચકા ખાતા અને પછી છુટા પડતા. અને કોઈક વાર મેમ સ્કૂલ ની ચાવ ભૂલી જાય તો તે લેવા માટે નરેન ને જ મોકલ તા અને તે દોડી ને તે લઈને આવે અને સ્કૂલે આવા માં કોઈક વાર મોડું થતું તો સ્કૂલની બાર બધો કચરો વરાવે અને છાણ ઉપડાવે અને ત્યાંથી એક ખાડામાં નખાવે પછી તેનું ખાતર સ્કૂલ ની આજુ બાજુ ઝાડ વાવેલા હોએ તેમાં તે ખાતર અમેબધાં નાખતા અને ઝાડ ને પાણી પાતા.

                      એક વાર ત્યાં BEd વારા ત્યાં ભણાવા આવીયા હતા અને સંસ્કૃતના એક મેમ હતા તે ખૂબ સરસ ભણાવતા તેમને એક ગીત તૈયાર કરાવ્યું હતું .  

મહેસૂસ કરો તો બહુત ખુબસુરત આ અનુભવ હે

એકમ દ્વૈ આ ગછતું સર્વે
ત્રિળી ચતવારી આનયવલી..

           આ ગીત તૈયાર કરાયું અને પછી  જ્યારે તેમને જવાનો છેલ્લો દિવસ હતો ત્યારે એક પ્રોગ્રામ રાખીયો હતો અને કીધું કે બધા  વિદ્યાર્થીઓ ભાગ લેવાનો છે અને નામ લખવાનું કીધું ત્યારે વધારે જણાએ નામ ના લખાયું તેથી કહેવામાં આવ્યુ કે કોઇપણ પાંચ પ્રવૃતિ માં ભાગ લઈ શકે છે

           તેમ ડાન્સ, કોથડાકુદ, લિબુચમચી,  વકરુત્વ સ્પર્ધા, ગીત, ઢોલક /ખંજરી/હાર્મોનિયમ વગેરે વગાડવાની સ્પર્ધા યોજવામાં આવી હતી.


         નરેન નું ગ્રુપ આવી પ્રવૃતિમાં ખૂબ એક્ટિવ હતું તેથી તેમના ગ્રુપે ચારથી પાંચ માં ભાગ લીધો હતો. 

તેમ એકમ દ્વૈ આ ગછતું સર્વે
ત્રીની ચતવારી આનયવાલી..

        પર ડાન્સ રાખવામાં આવીયો હતો.આ બધાંમાં ઉર્વી, રંજન,રાજુ,કિશન,નરેન નો 1 થી 3 માં તેમનો નંબર આવીયો હતો અને તેમને પુરકાર પણ આપવામાં આવીયા હતા. 

      અને તેમાંથી એક ટીચરે  નરેન ની આ બધી એક્ટિવિટી જોઈને કહિયું કે તારે ગમે ત્યારે કોઈપણ  મુશ્કેલી હોએ અને કાઈ સમજ ન પડે તો મને કોલ કરજે અને તેમને નંબર આપ્યો. અને નરેને તે નંબર ઘરે જઈ ને પોતાની દૈનામ દીની માં તેને તે *નંબર* લખી દીધો.

               આવી  નાની નાની અનેક યાદગાર વાતો યાદ કરીએ છીએ ત્યારે એક પંક્તિ યાદ આવે છે.......

બીતે હુએ વક્ત મેં કિસિને કદર કિ હોગી આપકી ...
     તો ઉસકી કદર જરૂર કરના

ક્યુકી વો અપની પુરાની યાદો મેં
સબસે પહેલે આપકો હિ યાદ કરેગા……….

                 ✍️N.h.guru

Leave a Reply