માઁસીના જલ પત્ર – 3

૨૩/૦૯/૨૦૨૦

તારા સ્મિત માત્ર માં કાયનાથ બદલવાની ક્ષમતા છે તારી આંખ મા એક અજબ વિસ્મયતા છે તારા ઘુંઘરાળા કેશ જાણે સમગ્ર આકાશ ગંગા છે તારા નાના -નાના હાથો મા કોઈ ને પણ કોઈ રોકી રાખવાની તાકાત..
ક્ષણે – ક્ષણે બદલાતા હાવભાવ કોઈ ગેબી રહસ્ય કહી રહ્યા છે તું જલ છે મોહ ની કોઈ માયાજાલ ગુંથી રહ્યો છે જેનાથી કોઈ તારા થી દૂર ના રહે ચેહેરા ના કિસ્સા માંથી બધા પોતાના હિસ્સા શોધી રહ્યા છે તારા અલગ-અલગ ભાગ પર પોતાના જેવા હોવાનો હક જમાવી રહ્યા છે કોઈ કહે કેટલો ક્યૂટ છે તો તારી માસી પણ એની માસી પર ગયો છે એમ કહી જશ લે છે સાથે જો અને તો ની કસોટી તો ખરી જ .

જો તું આમ કરે તો આના જેવો અને તેમ કરે તો તારા જેવો, તારી અંદર બધા ને પોતાના વડવાઓ ની ઝલક દેખાઈ રહી છે મોહક અદા તને જયારે નો ધણી છો તું

તને જોયા પછી આંખો ને કઈ બીજું જોવાની ચાહ કે રાહ નથી રેહતી
તારી સાથે વિતાવેલા ચાર કલાક પણ ચાર મિનિટ સમાન છે તું જલ છે કે મન-મોહક જાલ

મારા જીવન નું જોયેલું પ્રથમ નવ જાત શિશુ છે તું પેહલી દ્રષ્ટિ નો પ્રેમ સાતસો વાર સાંભળેલો પરંતુ માનતી નહિ હતી કે કોઈ ને ફક્ત જોવા માત્ર થી પ્રેમ થોડો થાય ક્ષણિક આક્રષણ હોઈ શકે પરંતુ એને પ્રેમ નું આવરણ તો ના જ પેહરાવી શકાય પરંતુ તારી પાસે સર્વ નિર્થક છે તને બધા કેહશે તને કે તું પેલા જેવો છે તું તારા મોસાળ કે કુંટુંબ પર ગયો છે આ વાત તું મારી પાસે થી પણ સાંભળીશ પરંતુ એક વસ્તુ હંમેશા નોટ કરજે તારા ના રહેલા ખરાબ ગુણ કદાચ ખરાબ ના પણ એ હંમેશા કોઈ અન્ય ના હશે જયારે સારા ગુણ કેહનારી વ્યકતિ ના હશે, દીકરા, દુનિયા માં છે ને બધા ના પોત-પોતાના સારા અને ખરાબ માપવા ના પરિબળો છે હંમેશા જે વસ્તુ સારી જ કેહવા માં આવે એ સારી હોઈ એવું જરૂરી નથી દુનિયામાં બધા એ બધી વસ્તુ નો એક ધોરણ નક્કી કરી રાખ્યું છે જો એ હિસાબે કર તો મારો દીકરો ડાહ્યો…

ઉદાહરણ તરીકે કોઈ ની હત્યા કરવી અક્ષમ્ય પાપ છે પરંતુ સીમા પર તેનાત જવાન માટે નહિ , આંખો માં આંખ નાખી ને વાત કરવી ઘણા માટે અપમાન સમાન છે તો ઘણા માટે આત્મવિશ્વાસ ની નિશાની…

અસમંજશ થશે ક્યારેક તને કે શું છે આ બધું ક્યાં આવી ગયો બસ શાંત ચિતે એક વાર એના પરિણામ વિશે વિચારજે એનાથી ક્ષણ ભાર ખુશી ને પછી જીવનભર નો પછતાવો મળશે કે પછી થોડીક હેરાનગતિ પછી જીવનભર નો સંતોષ…

આજ માટે એટલો
ડોઝ ઘણો છે તારું ધ્યાન રાખજે આવનારા પત્ર ની રાહ જોજે

લી. તારી માઁસી

Leave a Reply