9-8-2020
માઁસી ના જલ-પત્ર
તું જનમ તો લે તને જીવન જીવતાં હું શીખવાડીશ
જ્યા સુધી તું ચાલતા શીખશે , મારે પણ ધ્યાન રાખવું જોશે
જ્યાં સુધી તું દોડતા શિખશે, મારે પણ ઉડવું જોશે
બેજીજક મારી કમાણી તારા પર ઉડાવીશ
તું જનમ તો લે તને જીવન જીવતાં હું શીખવાડીશ
મારા જીવન માં આવવા નો જ્યારે પ્રથમ વાર પગરવ સાંભળેલો ત્યારે મન માં ઉમળતી લાગણીઓ ને શબ્દો ના સમૂહ નું સ્વરૂપ આપેલું તેની આ પ્રથમ ચાર વાક્યો , તું જો ઇંગ્લિશ મીડિયમ માં ભણ્યો હશે તો આટલું સુધ્ધ ગુજરાતી સમજવું થોડું અઘરું રહશે, હા ‘જો’ હજુ તો તું 3 કિલો અને 200 ગ્રામ નો જ ચ્હે એટલે બધુ જો અને તો ની કસોટી એ જ પરખાશે પરંતુ પત્ર ગુજરાતી માં લખવાનો હાર્દ પણ માત્ર એક જ છે કે તું તારી માતૃભાષા માં રહેલા લાલિત્ય થી અજાણ ના રહે.
આજે તારા જન્મ પછી નો પ્રથમ રવિવાર છે ઘણા મંગળ દિવસે પધરામણી કરી છે તમે અમારા જીવન માં,
હજુ કાલ ની જ વાત છે તારા માતુશ્રી અને મારી ભગિનીશ્રી એ ફોન પર તારા આવવા ના સમાચાર આપેલા ડિસેમ્બર મહિનો ચાલતો હતો મારા ઘણા ફ્રેન્ડ્સ અવાર-નવાર પોતાના ભાઈ-બહેન ના બેબીસ ના ફોટોસ સ્ટોરી માં મૂકે રાખતા, તારા માતુશ્રીનું પણ માસ્ટર્સ પૂરું થવા હતું મે મારી મન ની ઈચ્છા ડરતા-ડરતા મૂકેલી કે તું જોઈએ છે મને મારી સ્ટોરીસ માટે, ઓકે સોરી ફોર ધેટ અને થોડા દિવસ માં તારા માતુશ્રી નો મેસેજ આવ્યો તું જેની રાહ જોવે છે એ આવનું છે મે સીધો કોલ કર્યો તારા પિતાશ્રી પછી ની બીજી વ્યક્તિ હતી જેને આ સમાચાર મળેલા , આ પરથી જ કદાચ તું તારી માસી અને માતુશ્રી વચ્ચે ની ગાઢતા સમજી ગયો હોઈશ ત્યારે કદાચ પેહલી વાર મારી આંખ માં ખુશી ના આશું આવેલા પછી…
રાહ જો આવનારા જલ-પત્ર ની…
લી. તારી માસી
ના પ્રેમપૂર્ણ પત્ર