મિત્રતા

મારા પરમ મિત્ર વિશે કહેવા માંગું તો આમ કહું  તો કહેવાય એમ મારા પાસે શબ્દો નથી.

જ્યારે હું નાનો હતો ત્યારે મને ખબર છે એ મારાથી નાનો છે એમ હું વિચારતો હતો.જ્યારે થોડી સમજણ પડવા લાગી અને ત્યારે ખબર પડી મને કે મારાથી પણ મારો પરમ મિત્ર મોટો છે.
   

“જીવનમાં એક એવી વ્યક્તિ તો જરૂર હોય જ છે,

જેની સાથે ફોટો ભલે ઓછા હોય પણ યાદો બહું હોય છે…”

આ એક સમયની વાત છે. હું ધોરણ આઠ માં ભણતો હતો ત્યારે મારો પરમ મિત્ર ધોરણ નવ માં ભણતો હતો. મને મારા પરમ મિત્ર થી વાત થઈ એ આજે હું અહીં તમારી સમક્ષ રજુ કરું છું.

હું શાળાએ જતો હતો ત્યારે મારો પરમ મિત્ર મને મળ્યો અને મને કહ્યું કે, “તું ખાનગી શાળામાં ભણે છે અને હું સરકારી શાળા માં ભણું છું. જાણીએ કોણ વધારે ગુણ લાવે છે?”ત્યારે મને એમ કે હું વધારે ગુણ લાવીશ કેમ કે હું ખાનગી શાળામાં ભણતો હતો અને ત્યાં શિક્ષણ સારું હતું.

Advertisement

છ મહિના પછી જ્યારે પ્રથમ પરીક્ષાનું પરિણામ આવ્યું. મારે ૭૦ ટકા આવ્યા હતા અને મારા પરમ મિત્ર અને ૮૦ ટકા આવ્યા હતા.

મારો પરમ મિત્ર મને મળવા આવ્યો પરિણામ સાથે લઈને આવ્યો હતો. એ સમયે હું ખૂબ જ ઉદાસ હતો. કારણકે હું શરત હારી ગયો હતો.

મારા પરમ મિત્ર એ મને ખૂબ જ સરસ વાત કરી કહ્યું કે, “ભાઈ આ તો પરિણામની વાત છે આજે ઓછું આવ્યું તો કાલે વધારે આવશે પણ તું આમ ઉદાસ થઈને ના બેસ”. થોડીવાર પછી અમે બંને બહાર આવ્યા. મારું મન ખૂબ જ ચંચળ હતું. હું તરત જ ખુશ થઇ જતો હતો અને તરત જ ગુસ્સે પણ થઈ જતો હતો.
એ વર્ષ પૂર્ણ થયું ત્યારે પરિણામ આવ્યું એ વખતે મારે વાર્ષિક પરીક્ષામાં ૮૮ ટકા હતા અને મારા પરમમિત્રને ૮૫ ટકા હતા.ત્યારે મને મારા પરમ મિત્રની વાત યાદ આવી કે, પરિણામ લાવવું એ આપણા હાથની વાત નથી પરંતુ મહેનત કરીશું તો સફળતા તો જરૂર મળશે.

“મારા શબ્દો ને એટલા ઉંડાણથી વાંચ્યા ન કરો .. કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહીં શકો”

એક સમયની વાત કરું તો મારો પરમમિત્ર પ્રવાસે જવાનો હતો. તેમની પ્રાથમિક શાળા એટલે તેમને ત્યાંથી પ્રવાસમાં ફ્રી લઇ જવાના હતા.એ સમયે મારો પરમ મિત્ર ખૂબ જ ખુશ હતો પણ અંદરથી ઉદાસ હતો કેમ કે હું એની સાથે એ સમયે મસ્તી અને મજાક કરવા હાજર નહીં હોઉં.

પ્રવાસ પાંચ દિવસનો હતો પણ અમને બંનેને એ પ્રવાસ જાણે પાંચ વર્ષનો હોય એવું લાગ્યું.

પ્રવાસમાં મારા પરમ મિત્ર એ ખૂબ જ મજા કરી એ બધી વાત આવીને મને કરી. મેં પણ એ વાત શાંતિથી સાંભળી અને મને પણ મજા પડી ગઈ.

મારા પરમમિત્રએ મારા માટે પ્રવાસમાંથી એક એવી વસ્તુ લાવી કે જેના બે ભાગ હતા. કોઈ એક ધાતુનો દિલ આકાર હતો. તેના બે ભાગ થતા હતા તેમાંથી એક ભાગ એના જોડે રાખ્યો અને એક ભાગ મને આપ્યો.

મારા પરમમિત્રના દાદા પાસે બેસવાની મજા આવતી હું જે દિવસે રજા હોય એ દિવસે તેમના ઘરે જ રહેતો. મારા પરમમિત્રના દાદા વાર્તા અને જૂના સમયની વાતો કરતા એ અમને ખૂબ જ ગમતી.

એક દિવસ હું અને મારો પરમમિત્ર ક્રિકેટ મેચ રમવા ગયા.તે દિવસે અમે બંને એવું નક્કી કરીને ગયા કે આજે આપણે સામે જે કોઈ પણ હોય એમને હરાવવાના જ છે. તે સમયે અમારી ટીમના બધા જ ખેલાડીઓ સાથે મળીને રમવાનું ચાલુ કર્યું.

તમે જુઓ તો બધા જ ખેલાડીઓ કેવી તાળીઓ પાડે અને એવી ચીસો પાડે જાણે આ ખેલાડી સારો છે પણ એને રમતા જ ન આવડતું હોય તો પણ એવો જુસ્સો આપીએ તે ખૂબ જ સારી રીતે રમી શકે છે. એ દિવસ મને આજે પણ યાદ છે કે ખૂબ જ અમે મજા કરી હતી.

તો મિત્રો આ એક મારી સત્ય હકીકત ઘટના છે. આજે મારો પરમમિત્ર મારી સાથે નથી. એ વાતનું મને ખૂબ જ દુઃખ થાય છે. મને આજે પણ મારા પરમમિત્ર ની ખોટ પડે છે.
Leave a Reply