યાદગાર સફર (ભાગ-1)

 

આજે તમને એક અદ્ભુત અને અવિશ્વસનીય લાગે એવી કથાની સફર પર લઈ જવા માંગુ છું. જે વાંચી ને એવું લાગશે કે આવું પણ બને ખરા ! પણ કહેવાય છે ને ચમત્કાર રોજ રોજ થતાં નથી હોતા એતો ક્યારેક જ ભાગ્યશાળી ની સાથે જ થતાં હોય છે. એવા જ ચમત્કાર ની સફરે આવો મારી સાથે…

 

એ વખત ની વાત છે જ્યારે ધૂમકેતુ જામનગર માં રિલાયન્સ માં નોકરી કરતો હતો. હાલ તો બદલાવી નાખી છે નોકરી પણ આ તે વખત ની વાત છે, રિલાયન્સ માં નોકરી એટલે તમારે એવું ના સમજવું કે ધૂમકેતુ ઊંચી પોસ્ટ પર નોકરી કરે છે પણ ઠીક ઠાક એવી પોસ્ટ પર નોકરી કરે છે એમ કહી શકાય,ના વધુ ખરાબ ના વધુ સારી.

 

ધૂમકેતુ નું ઘર સુરેન્દ્રનગર અને અમદાવાદ ની સરહદ નું એક ગામડું .વર્ષો પેલા સુરેન્દ્રનગર માં આવતું હવે અમદાવાદ માં આવે છે,પણ આપડે એની ચર્ચા અત્યારે નહિ કરીએ. એટલે જામનગર થી ઘરે અને ઘરે થી જામનગર આવવા- જવાનું થતું ત્યારે ઘણી વખત ટ્રેન ની મુસાફરી પણ કરવાની થતી,આપાતકાલીન પરિસ્થિતિ માં બસ માં પણ આવવા જવાનું થતું પણ ઘણું કરી ને તો ટ્રેન જ સહારો હતો.

 

ટ્રેન માં આવવા જવાનું કઈ નવીન તો ન હતું, ધૂમકેતુ આ પેલા પણ ઘણી વાર આવી જ મુસાફરી કરી ચૂક્યો હતો. પણ પ્રસ્તાવના માં કીધું એમ ચમત્કાર ક્યારેક જ થવાના હોય!

 

એકવાર આવી જ રીતે જામનગર થી રજા લઈ ને ઘરે જવાનું હતું અને ધૂમકેતુ ટ્રેન પકડવા માટે રૂમ પર થી સામાન લઈ ને સ્ટેશન આવવા નીકળી ગયો.સમય પણ એવો હતો કે સ્ટેશન પહોંચતા રસ્તા માં જો ટ્રાફિક નડે તો સમયસર સ્ટેશન પહોંચી શકાય એમ ન હતું અને બન્યું પણ એવું જ એ જ રસ્તા માં એક રિક્ષા અને બાઇક સવાર નો અકસ્માત થયો હતો અને રસ્તો બંધ જેવી હાલત માં હતો. ધૂમકેતુ ને મન માં એમ થઈ ગયું કે હવે તો ગાડી ચૂકાય જશે,એક વાર એમ પણ વિચારી લીધું કે રેલવે સ્ટેશન જવા કરતાં બસ સ્ટેશન જતું રહેવું. પણ આજ તો ચમત્કાર નો દિવસ હતો,પણ એની ધૂમકેતુ ને ક્યાંથી ખબર હોય.આજ તો કોઈ તાકાત એને  રોકી શકે એમ ન હતી. હજુ તો મન માં વિચાર ચાલતો જ હતો એટલા માં તો ઘટનાસ્થળ પર એમ્બ્યુલન્સ અને પોલીસ ની પીસીઆર વાન આવી પહોંચી.થોડી જ વાર માં રસ્તો સાફ અને વાહનવ્યવહાર ફરી રાબેતા મુજબ શરૂ !

 

ટ્રેન ઉપડવા ના નિયત સમય પર ધૂમકેતુ સ્ટેશન પર પહોંચી ગયો એટલે હવે ટ્રેન ઉપડી ગઈ હોવા નું ટેન્શન રહ્યું ન હતું.

ટ્રેન સમયસર ઉપડી અને ધૂમકેતુ ટ્રેન માં સવાર થઈ ઘરે જવા નીકળી ગયો.જામનગર થી સુરેન્દ્રનગર જતી સૌરાષ્ટ્ર મેલ ના સામાન્ય કોચ માં બારી બાજુ ની જગ્યા માં ધૂમકેતુ ગોઠવાય ગયો.એને તો ખબર જ ક્યાં હતી કે આજ ની મુસાફરી માં એવું થવાનું છે જે પહેલા ક્યારેય નહોતું થયું.

એ તો દર વખત ની જેમ કાન માં ઇયર ફોન લગાવી ગીત સાંભળવા લાગ્યો. ટ્રેન રાબેતા મુજબ ની ગતિ થી આગળ વધતી હતી અને જે સ્ટેશન પર ઊભી રેહવાની હોય ત્યાં ઊભી રેતી આગળ વધતી હતી.

 

જામનગર થી ટ્રેન ૩:૪૫ એ ઉપડી પછી હાપા,આલિયાવાડા, જામ વંથલી અને પડધરી એ ૨-૨ મિનિટ ના સ્ટોપ લેતી લેતી લગભગ ૨ કલાક પછી રાજકોટ જંકશન આવી પહોંચે છે. રાજકોટ જંકશન પર સ્ટોપેજ વધુ હોય છે. આયા જેટલા લોકો ઉતરે નહિ એના કરતાં ડબલ તો ચડતા હોય છે,એવું કહી શકાય કે ટ્રેન ફુલ જ થઈ જાય.આજે પણ એવું જ થયું જનરલ કોચ આખો ભરાય ગયો.ધૂમકેતુ એની જગ્યા પર બેઠો હતો અને રાજકોટ સ્ટેશન નો નજારો બારી માં બેઠો બેઠો જોતો હતો.

 

ક્રમશ….

 

– નરેન્દ્રસિંહ રાઠોડ 👑

Leave a Reply