યાર, પ્યાર અને એકરાર (ભાગ-1)


“પ્યાર તો ખૂબ કરે છે એ મને… જો ને એક કોલ કરવાની સાથે તો…” રચના એ મનમાં જ વિચારો રચવા શુરૂ કરી દીધા!

“હા… પણ છે હજી કેટલે એ! મને તો કહેતો કે હમણાં આવી જાઉં! શું છોકરો છે યાર! પ્રિતેશ… નામ પણ એના અર્થને સાર્થક કરે! પ્રીત કરવાની થાય એવો! એના વિશે જેટલું કહેવાય ઓછું છે…” રચના હજી વિચારોમાં જ ખોવાયેલી હતી, જાણે કે આજુ બાજુનું અસ્તિત્વ સાવ એ ભૂલી જ ગઈ ના હોય!

આજુ બાજુના ટેબલ પર કોણ જાણે કઈ કેટલાય લોકો આવ્યા અને કોફી ડ્રિંક કરી ને ચાલ્યા પણ ગયા; પણ કોઈના ઇન્તાઝારમાં હજી રચના ખાયલોમાં જ ખોવાયેલી હતી!

ખરેખર આવા જ તો કોઈ સમયે મન વિચારો કરવા લાગે છે… બધું જ એક પછી એક યાદ આવવા લાગે છે!

રચના ને પવનની એક લહેરે ભૂતકાળના એ દિવસોમાં ફરી ગોતા ખાવા પર મજબૂર કરી દીધી હતી! શું દિવસો હતા એ પણ!

ઉનાળાની જ કોઈ સાંજ હતી ત્યારે રચના એની ફ્રેન્ડ સાથે રાત્રે સ્કુટી પર એની ફ્રેન્ડ ના બી એફ ને મળી ને આવતા હતા. બંને ફૂલ મસ્તીનાં મૂડમાં હતા. અને ઉપરથી ઉનાળાની એ સાંજ!

બંને નો મૂડ તો ત્યારે ઓફ થઈ ગયો જ્યારે એમની એક્ટિવા ધીમી થઈ ગઈ! શુરૂમાં ધીમી થઈ અને છેલ્લે તો બંધ જ પડી ગઈ! એકાંત રોડ પર કોઈ હેલ્પ કરે એવું પણ નહોતું લાગી રહ્યું.

આ સૌની વચ્ચે જ જ્યારે રચના એ એના ફોન ની બેટરી જોઈ તો એના ડર માં અનેક ગણો વધારો થઈ ગયો! બસ ત્રણ જ ટકા ચાર્જ બતાવતી એ સ્ક્રીન ને રચના બેબશી અને ગુસ્સાના મિશ્રભાવથી જોઈ રહી!

દૂર કોઈ કૂતરાના રડવાનો અવાજ આવ્યો તો બંને એકમેકની નજીક આવી ગઈ. રચનાની ફ્રેન્ડ એ ફોનમાં જે પહેલો નંબર દેખાયો એના પર કોલ કરી દિધો!

વધુ આવતા અંકે…

એપિસોડ 2માં જોશો: “એણે જ મેં કહી દીધું છે કે હું જાઉં છું એમ, એણે કોઈ કામ હતું!” પ્રિતેશ એ કહ્યું અને એકટીવા ની ચાવી લઇ પેટ્રોલ ભરી દીધું.

“અરે તમે એટલા બધા કેમ ગભરાઈ ગયા હતા?!” પ્રિતેશ એ સ્વાભાવિક જ પૂછ્યું.

Leave a Reply