યાર, પ્યાર અને એકરાર (ભાગ-2)

કહાની અબ તક: રચના એક કેફેમાં એના સમવન સ્પેશિયલ ના ઇન્તજારમાં છે… મનમાં જ પોતે એની ખૂબ તારીફ પણ કરે છે. માનવ મન ક્યાં આમ બેસી રહેવા ટેવાયેલું જ હોય છે?! રચના પણ વિચારોમાં ખોવાઈ જાય છે. એણે ઉનાળાની એ રાત યાદ આવે છે, જ્યારે ફ્રેન્ડ ને એના બી એફ ના ઘરેથી આવતા રસ્તામાં એમની એકટીવા બગડી જાય છે. ખુશખુશાલ લાગતા બંને ઉદાસ અને નિરાશ થઈ જાય છે. એની ફ્રેન્ડ પહેલા જે આવ્યો એ નંબર ડાયલ કરી દે છે.

હવે આગળ: નંબર એના બી એફના ક્લોઝ ફ્રેન્ડ પ્રીતેશ નો હોય છે. એના ફ્રેન્ડ ની ફોનની પણ બેટરી થોડી જ હોય છે તો એ કોલ પર માંડ એણે “અમે ફસાયા છીએ… તું અને નીતિન આવી જાવ! એકટીવા બગડી છે!” એવું કહી દે છે. એ આગળ કઈ બોલે એ પહેલા જ ફોન સ્વીચ ઓફ થઈ જાય છે!

માંડ બે જ મિનિટ થઈ હશે કે પ્રિતેશ એની બાઈક પર આવી જાય છે. એની પાસે બોટલમાં પેટ્રોલ પણ હોય છે.

“તમે ચિંતા ના કરો… તામરો કોલ આવ્યો કે તુરંત જ ભાગ્યો છું…’ ચિંતાથી આગલા પવનમાં પણ પરસેવે રેબઝેબ એ બંને ને પ્રિતેશ એ કહ્યું.

“નીતિન ક્યાં છે?!” રીના એ પૂછ્યું.

“એણે જ મેં કહી દીધું છે કે હું જાઉં છું એમ, એણે કોઈ કામ હતું!” પ્રિતેશ એ કહ્યું અને એકટીવા ની ચાવી લઇ પેટ્રોલ ભરી દીધું.

“અરે તમે એટલા બધા કેમ ગભરાઈ ગયા હતા?!” પ્રિતેશ એ સ્વાભાવિક જ પૂછ્યું.

“અરે એક તો આ સૂમસામ સડક… અંધારું, અને ઉપર થી બંનેના ફોનની બેટરી પણ ડિસ ચાર્જ!” આ શબ્દો રચના એ ખૂબ જ ઉદાસીનતાથી પ્રિતેશ ને કહ્યા હતા.

રચના ને હજી એ ઝાટકો લાગવાનો હતો, એણે સપનામાં પણ નહિ વિચાર્યું હોય, કંઇક એવું બહાર આવવાનું હતું!

વધુ આવતા અંકે…

એપિસોડ 3માં જોશો: “એક વાત કહું…” એકટીવા ચલાવતા ચલાવતા જ રીના એ કહ્યું.

“હા… બોલ ને!” પાછળ બેઠેલી રચના એ કહ્યું.

“કોલ તો મેં નીતિન ને જ કરેલો પણ…” રીના એ આગળ કઈ બોલ્યું નહિ તો રચના એ “પણ શું?!” મોટેથી બોલવું જ પડ્યું.

Leave a Reply