રણની સફર (ભાગ-1)

તો બધા વાચકમિત્રો નું આ એક નવી જ સાહસ કથામાં સ્વાગત છે.અન્ય બે પ્લેટફોર્મ નો એક્સકલુસીવ લેખક હોવાના લીધે સમય ઓછો મળે છે એટલે એક ભાગ નું કદ નાનું રહશે તેમ છતાં આ નવા પ્લેટફોર્મ વિચારવાચા પર એક નોવેલ લખું છું અને આ એક સાહસ કથા છે.અને વિચારવાચા ના નિયમો મુજબ બીજે આ નવલ ક્યાંય નહીં મળે

વાત છે ઇજિપ્તની,અથવાતો ઘટના જ કહો ને,એક હિન્દૂ ભારતીય પરિવાર જે પાંચેક વર્ષથી ઇજિપ્ત માં સ્થાયી થયેલો હતો અને આ સ્થળ આપડા સહારાના રણ થી બિલકુલ દૂર ન હતું.હવે આ સ્થળે તે પરિવાર પહેલા તો ભાડે રહેતો અને પછી પોતાનું મકાન પણ લઈ લીધું હતું. પરિવાર એટલે એમાં પિતા આદિત્યભાઈ અને એમના ધર્મપત્ની કરુણા બેન.બને સાહસિક વૃત્તિ ધરાવતા અને કોઈ પણ સમસ્યા માં ઘણું સારું એવું મગજ ચલાવી બહાર આવતા,ભારત માં ખૂબ ખરાબ સમય જોયેલો ઇજિપ્ત આવ્યા પછી થોડી સ્થિતિ સુધારેલી પણ હાડમારી તો ખરીજ.તેમના બે બાળકો મોટી નુટ અને નાનો તેનો ભાઈ બેસ હા બન્ને ના નામ ઇજિપ્તઇન સંકૃતિ મુજબ રાખ્યા હતા જેથી આગળ કોઈ સમસ્યા ન રહે.નુટ સોળ વર્ષની અને બેસ તેર વર્ષનો.તેમનો એક અંગ્રેજ મિત્ર પણ હતો જે નુટ ની સાથે સ્કૂલ માં ભણતો હતો તેનું નામ હતું ઓસ્ટીન.

Advertisement

એક રાત્રે આખો પરિવાર જમીને બેઠો હતો ત્યાં બેસ એક બકસો લઈ ને આવ્યો અને કહ્યું “પપ્પા આ શું છે?”

“અરે! હા આ તારા દાદા ના એક મિત્ર નો છે.તેમના દેહાંત પછી આ બકસો આપડા ઘરેજ પડ્યો રહે છે,હું આ વિશે તારા દાદા ને કહેવાનો પણ એ પહેલાં તે પણ પ્રભુને પ્યારા થઈ ગયા છેલ્લા ચાર વર્ષ થી અહીં જ હતો પણ મને પણ યાદ ન આવ્યું” આદિત્યભાઈએ સવિસ્તાર જણાવ્યું

“તો શું છે આમાં?” કરુણા બેને પણ રસ દાખવતા કહ્યું

“એ તો ખબર નહીં કેમ કે મેં કોઈ દિવસ ખોલ્યો નથી,પણ તે વ્યક્તિ ને આ ખૂબ પ્રિય હતો પોતાનાથી વધારે અળગો નહોતા થવા દેતાં” આદિત્ય ભાઈ એ કહ્યું

“તો પપ્પા ખોલો ને આપડે પણ જોઈએ કે આમાં શુ છે” નુટે કહ્યું

આથી આદિત્યભાઈ એ બકસો ખોલે છે અને તે ખુલતા જ બધાના મો માંથી એક સાથે નીકળી જાય છે “નકશો!!!”

ક્રમશ:

કોન્ટેક્ટ 7434039539

email- [email protected]

Leave a Reply