રાગ અનુરાગ (ભાગ ૩)


એક એક પળ એમના માટે જટિલ થઇ હતી. બધાય નું ધ્યાન ઘડિયાળના ટકોરે અને ફોન પર હતું, કે ક્યાંક હમણાં જ રાગ એમને કોન્ટાક્ટ કરવા કોશિશ કરશે.


એમ ને એમ સાંજ પડવા આવી. પરંતુ રાગ ના કોઈ સમાચાર મળ્યા નહીં . કે ના તો રાગ ઘરે આવ્યો કે ના એણે કોન્ટાક્ટ કરવા કોશિશ કરી. અંજલિ અને ઘરના બધા એ આજુબાજુ રહેતા સબંધીઓ અને રાગના બધા મિત્રો ને ફોન કરી જોયો, પરંતુ રાગ કોઈ ને ત્યાં નહોતો. અથવા તો કોઈ ની પણ રાગ સાથે વાત થઇ નહોતી કે કોઈ પાસે સમાચાર નહોતા.
“હવે ઘણો સમય પસાર થઇ ગયો છે, આપણે પોલીસે ને ઓફિશ્યિલ કમ્પ્લેઇન આપી દેવી જોઈએ.” વિજયભાઈ બોલ્યા. એ સાંભળતા જ બધા ના ચહેરા તંગ થઇ ગયા. અંજલિ અને ભાવના બેન ની આંખ માં આંસુ આવી ગયા.
“જે પરિસ્થિતિ છે એ આપણે સ્વીકારવી રહી. પરિસ્થિતિ થી ભાગવું એ કોઈ ઉપાય નથી.” વિજયભાઈ હિમ્મત રાખતા બોલ્યા. “એમ પણ પોલીસ આપણી મદદ માટે છે. અને જેટલી બને એટલી જલ્દી મદદ લઈશું એટલા જલ્દી જ રાગ ના સમાચાર મળશે.”

આજુબાજુ સમાચાર મળતા જ થોડા પાડોશીઓ ઘરે મદદ માટે ભેગા થયા હતા. પાડોશ માં રહેતા આશિષભાઇ અને વંદના બેન પણ મદદ માટે આવ્યા હતા. વિજયભાઈ પોલીસ સ્ટેશન એ જવા તૈયાર થયા.
“પપ્પા હું પણ તમારી સાથે આવું.” અંજલિ સાથે જવા માટે તૈયાર થઇ.
“ના બેટા ! હું આશિષભાઇ સાથે જઈ આવું. તમે ઘરે જ રોકાઈ જાવ. કાંઈ મદદ જોઈતી હશે તો હું ફોન કરીશ.” કહી વિજયભાઈ અને આશિષભાઇ પોલીસે સ્ટેશન જવા નીકળ્યા. અંજલિ ને કેમેય કરીને ચેન નહોતું પડતું.આશિષ ના બધા મિત્રો, સબંધીઓ અને ઓફિસએ ફોને કરી ફરી રાગ માટે પૂછ્યું હતું. પરંતુ રાગ ના કોઈ જ સમાચાર મળ્યા નહિ.
અડધો કલાક પછી વિજયભાઈ અને આશિષભાઇ ઘરે આવ્યા .અંજલિ અને ભાવનાબેન એમની વાટ જોતા બારણાં પાસે ઉભા હતા.
“શું કહ્યું ?” અંજલિ એ આતુરતા થી પૂછ્યું.
“પોલીસ એમના થી બનતા પ્રયત્ન કરશે.”વિજયભાઈ એ આશ્વાસન આપતા કહ્યું.
ઘણા સમય થી રોકી રાખેલા આંસુ અંજલિ ની આંખ માં થી વહેવા આવ્યા.
“દિકરા ધીરજ રાખ ! તમે આમ હિમ્મત હારી જશો તો કેમ નું ચાલે?” વંદનાબેન સાંત્વના આપતા બોલ્યા. “થોડો આરામ કરો. પોલીસે કહ્યું છે એટલે એ ગમે ત્યાં થી રાગ ની ભાળ કાઢી. આપશે હું ઘરે જઈ તમારા માટે જમવાનું લઇ આવું.
“ના આંટી એક કોળિયો પણ નઈ જશે મારા મોં માં.” અંજલિ એ કહ્યું.
“એમ નઈ ચાલે. જમવું તો પડે જ ને ! રાગ ને શોધવા માટે પહેલા તમારે તબિયત સાચવવી પડે.” એમ કહી વંદનાબેન પોતાના ઘરેથી જમવાનું બનાવી લાવ્યા અને આગ્રહ કરી બધા ય ને જમાડ્યા.
“ભગવાન બધું સારું કરશે. હવે તમે થોડો આરામ કરો.” એમ કહી વંદનાબેન અને આશિષભાઇએ ત્યાં થી રાજા લીધી.

અંજલિ સુવા માટે બેડરૂમમાં તો ગઈ પરંતુ કેમેય કરી ને એને ઊંઘ નહોતી આવતી હતી. આખી રાત પડખા ફેરવતી રહી. રડી રડી ને એની આંખો લાલ થઇ સુજી ગઈ હતી. સવારે વહેલા ઉઠી નહિ ધોઈ મંદિર પાસે બેસી, મનોમન ભગવાન ને પ્રાર્થના કરવા મંડી કે રાગ સહીસલામત ઘરે પાછા આવી જાય. એટલા માં જ દરવાજા પર ટકોરા પડ્યા. અંજલિ રાગ હશે એ આશા એ ઉતાવળે દરવાજા તરફ દોડી. પરંતુ ઇન્સ્પેક્ટર આવ્યા હતા. એમને જોઈ અંજલિ ના ચહેરા પર નો રંગ ઉડી ગયો.
“તમારી પરવાનગી હોય તો અંદર આવી શકું?” એમણે પ્રશ્ન કર્યો.અંજલિ એ માથું હલાવી એમને અંદર આવવા ઈશારો કર્યો. “વધારે સમય ના લઉં તમારો થોડી માહિતી આપવાની છે, અને થોડા પ્રશ્ર્ન પૂછવા છે.”ઇન્સ્પેક્ટર એ કહ્યું.
“અમે અમારી શોધ ચાલુ રાખી છે, પરંતુ થોડા પ્રશ્નો છે જેનાથી થોડી સહાય થઇ શકે.”
“બેસો” વિજયભાઈ એ ઇન્સ્પેક્ટર અને સાથે આવેલા કર્મચારીઓને કહ્યું. અંજલિ અંદર પાણી લેવા ગઈ.
“જુઓ આવી રીતે એમનું અચાનક ગાયબ થઇ જવું એ ત્રણ – ચાર વસ્તુઓ નો સંકેત આપે છે. પ્રથમ તો કે તેઓ પારિવારિક ઝગડો કે તણાવ ના લીધે ઘર છોડી ચાલ્યા ગયા હોય.” ઇન્સ્પેક્ટર એ પ્રશ્ન ભરી નજરે વિજયભાઈ તરફ જોયું.
ત્યાં સુધી માં અંજલિ પણ પાણી લઇ એ આવી ગઈ હતી.
એને પાણી ના ગ્લાસ આપ્યા અને ટ્રે હાથ માં લઇ ત્યાં ઉભી રહી.
“ના એવું તો કશું નહોતું.” વિજયભાઈ બોલ્યા.
“બીજું એ કે તો પછી એમની કોઈ સાથે દુશ્મની હોય અને તેઓએ એમને કિડનેપ કર્યા હોય અથવા….”
ઇન્સ્પેક્ટર બોલતા બોલતા અટક્યા. એમની જીભ અટકી ખેર એ હમણાં જવા દો એમણે પરિસ્થિતિ જોઈને વાત પલટાવવા પ્રયત્ન કર્યો. “એવું હશે તો જરૂર થી કિડનેપર ફોન કરશે. અને છેલ્લી શક્યતા એ છે કે, તેઓ માનસિક તણાવ અનુભવતા હોય અને એના હિસાબે તેઓએ આત્મહત્યા કરી હોય.”
આ સાંભળતા જ અંજલિ ના હાથ માં થી ટ્રે છટકી ગઈ તે સામે મુકેલી ખુરશી પર બેસાય ગયું.
“જુઓ આ ખાલી શક્યતા છે. અમે અમારા તરફ થી રેકોર્ડ્સ ચેક કર્યા છે. એમનું નામ એવા કોઈ કેસમાં સંડોવાયું નથી કે તેઓ શહેર કે દેશ છોડી ભાગી જાય. અને ઉપર થી એમનો પાસપોર્ટ સાથે નથી. અને એવું કઈ હોત તો અમને માહિતી મળી રહે.”ઇન્સ્પેક્ટર એ ખુબ જ શાંતિ થી માહિતી આપી.
“માટે તેઓ કશે એવા કારણોસર ચાલ્યા ગયા હોય એવું લાગતું નથી. તો પણ તમે થોડો વિચાર કરી જુઓ. કશું યાદ આવે કે કહેવા જેવું લાગે તો અમે ફરી વાર આવીશું. અત્યારે એમની ઓફિસે અને જ્યાં કાર મળી છે ત્યાં પૂછતાછ કરી આવીએ. કદાચ કોઈએ કાંઈ જોયું હોય અથવા તો માહિતી હોય.” એમ કહી ઇન્સ્પેક્ટર ઉભા થયા.
“આભાર તમારો સાહેબ !” એમ કહી વિજયભાઈ એ હાથ જોડ્યા.

અંજલિ હજુ પણ ખુરશી પાર સ્તબ્ધ થઇ બેઠી હતી.
વિજયભાઈ ત્યાં ગયા અને એને સાંત્વના આપતા કહ્યું, “તેઓ પોતાનું કામ જ કરે છે. તને એવું કઈ ખ્યાલ હોય બેટા તો યાદ કરી જુઓ.”
“કોઈ કારણ સર રાગ તણાવ માં હોય અથવા તો કોઈ સાથે વેર…” વિજયભાઈ અટક્યા આગળ બોલવા માટે એમની જીભ ઉપડી નહિ. એમની આંખ માં આંસુ આવી ગયા રાગ ના ચાલ્યા ગયા બાદ પ્રથમ વાર તેઓ હિમ્મત ખોઈ બેઠા હોય એવું લાગ્યું.
“એક કામ કર તું હમણાં થોડો આરામ કરી લે શાંતિ થી વિચારતા કઈ યાદ આવે.” એમ કહી એમને અંજલિ મેં રૂમ માં મોકલી આપી.

અંજલિ રૂમ માં તો ગઈ પરંતુ ત્યાં ની એક એક વસ્તુ એને રાગ ની યાદ અપાવતી હતી. શું થયું હશે? હવે આગળ શું કરવું જોઈએ? એને કાશી સૂઝ પડતી નહોતી. એનું મન જાણે કામ કરતુ બંધ થઇ ગયું હોય એવું લાગ્યું. એ દીવાલ ને તાકી ને શૂન્યમનસ્ક બેસી રહી. એના માનસપટ પાર થી રાગ સાથે વિતાવેલી એક એક પળો કોઈ ફિલ્મ ની માફક પસાર થઇ રહી હતી.


(ક્રમશ:)

Leave a Reply