લગ્નના સુખથી દુઃખની સફર (ભાગ-૨ )

0 1,204

(આગળના ભાગમાં આપણે જોયું કે, વિરાજ અનેમાહિની સગાઈ ખૂબ ધામધૂમથી થાય છે. અને આ બંને પોતાના દિવસો સારી રીતે પસાર કરે છે. અને બંને પોતાના દિવસોને વધુને વધુ યાદગાર બનાવી રહ્યા છે.)

“તું જ મારી સવાર છે, તું જ મારી રાત છે.
તું જ મારી રસ્તો છે, તું જ મારી મંઝિલ છે.
તું જ મારું સપનું છે, તું જ મારી હકીકત છે.
તું જ મારા પ્રાણ છે, તુજ મારી આત્મા છે. “

થોડા સમય પછી માહિનો જન્મ દિવસ આવે છે. આ દિવસને વિરાજ ખૂબ ખાસ બનાવી દે છે અને બહુ મસ્ત રીતે ઉજવે છે. અવાર – નવાર બંને એકબીજાને ખૂબ સરપ્રાઈઝ આપતા રહે છે અને પોતાના દિવસો ખૂબ જલસાથી જીવે છે.

વિરાજ અને માહી બંને સગાઈ પછી એકબીજા સાથે ખૂબ ખુશ હોય છે. અને બંને એકબીજાના ઘરે આવરનવાર અચાનક સરપ્રાઈઝ દેવા આવતા જતાં રહે છે. અને બંને બહાર ખૂબ ફરે છે અને વધુમાં વધુ સમય બંને એકબીજા સાથે વિતાવે છે. અને સાથે સાથે બંનેના ઘરના લગ્નની તૈયારી પણ કરતા જાય છે. માહી અઠવાડિયામાં બે – ત્રણ વાર અવશ્ય સરપ્રાઈઝ આપવા જતી જ એક વખત માહી અચાનક ગઈ તો વિરાજ અને એના મમ્મી વચ્ચે બોલવાનું ચાલતું હતું. આ સાંભળીને માહીને આશ્ચર્ય થયું. એણે સાંભળ્યું તો એને વધુ આશ્ચર્ય થયું.

વિરાજ: ” તમે દર વખતે માહી આવે એટલે એને એવું શું કામ કહો છો કે લે તુ આવી .??? તારું તો જમવાનું જ અમે નથી બનાવ્યું. તું શું ખાઈશ..??”

વિરાજના મમ્મી: ” તને શું તકલીફ છે પણ, અમે માહી ને જે કહીએ એ એ તો ઘરની વ્યક્તિ છે હે ને માહી તને કોઈ તકલીફ છે…???”

માહી: ” ના, ના મને તો કોઈ તકલીફ નથી.”

વિરાજ: ” માહી એ મને કાંઈ નથી કહ્યું, અને એને કંઈ વાતની ખબર પણ નથી. તકલીફ મને છે કોઈ મારી સામે ખાવાની બાબતમાં એવું કરે એ મને પસંદ જ નથી. એટલું તો વધારે બનાવો કે એક માણસ ભળી જાય.”

વિરાજના મમ્મી: “તો તું શું કામ બોલે છો..??? માહીને કોઈ તકલીફ નથી તો….???”

Advertisement

વિરાજ: ” મમ્મી મને દેખાય છે તમે કેવો ભેદભાવ કરો છો ને એ માહી સાથે અને માહી મારી પત્ની છે, તો મને ન જ ગમે ને કે મારા જ ઘરમાં મારી જ પત્ની સાથે આવો વ્યવહાર કરો. આજ પછી તારે એને એવું નહિ કહેવાનું ન હોયને ઘરમાં તો મને કહેજે હું જમીશ નહિ. અને તારે મને પણ ન કહેવું હોય તો એમ કહી દેજે બંને બહાર જમી લો. પણ, જો આજ પછી મે આવું સાંભળ્યું છે ને તો પછી તમારા બધાનું આવ્યું છે. અને હા, આ વાત કઈ માહી એક માટે નથી. ઘરમાં કોઈ પણ આવ્યું હોય તો કોઈના મોઢા માંથી એમ તો ન જ નીકળવું જોઈએ કે ઘરમાં કઈ નથી તમે શું ખાશો…???”

આમ, વિરાજ ખૂબ ગુસ્સો કરે છે. અને આથી એના મમ્મી રડવા લાગે છે. આ દરમિયાન જ વિરાજના પપ્પા પણ ઘરે આવે છે. અને એની સાથે પણ વિરાજને બોલવાનું થાય છે. તો મિત્રો આ પછી તો વિરાજ અને માહી બહાર જતા રહે છે. અને આ બાજુ વિરાજ અને માહી પણ ખૂબ દુઃખી થાય છે.

( તો શું પરિણામ આવશે આ ઝઘડાનું. ???? શું ઝઘડાનું નિરાકરણ થશે કે નહિ…???? શું આ ઝઘડાને લીધે સાચું બોલનારને જ સજા મળશે કે જેની ભૂલ છે એને પણ સજા મળશે…???? શું બધા એમ માનશે કે આ ઝઘડો માહીના લીધે થયો છે કે આની કોઈ સજા વિરાજ અને માહીને બંનેને મળશે….???? આ દરેક સવાલના જવાબ મેળવશું આગળના ભાગમાં તો મિત્રો આપ મારી સાથે આ સફરમાં જોડાયેલા રહો અને તંદુરસ્ત રહો.)

(ક્રમશઃ)

                        

Leave A Reply

Your email address will not be published.