લગ્નના સુખથી દુઃખની સફર ( ભાગ – 3)

( આગળના ભાગમાં આપણે જોયું કે, માહી સાથે સારું વર્તન ન કરવાથી વિરાજ એના ઘરના ને ખીજાય છે. અને બધા પર ખૂબ ગુસ્સો કરે છે. આથી વિરાજના મમ્મી રડવા લાગે છે. અને એ સમય દરમિયાન જ વિરાજના પપ્પા પણ આવી જાય છે. અને ઝઘડો થોડો વધુ ઉગ્ર બને છે. ત્યારબાદ માહી વિરાજને બહાર લઈ જઈને શાંત પાડે છે. અને બીજા દિવસે શનિવાર હોવાથી ફરી વખત વિરાજ માહીને એના ઘરે લઈને આવે છે. એ બંનેને આવેલા જોઈને વિરાજના પપ્પા બંનેને કહે છે. થોડીવાર બેસો અહીંયા વાત કરવી છે. એટલે બંને બેસે છે.,)

વિરાજના પપ્પા: ” જો વિરાજ કાલે થયું એ નહોતું થવું જોઈતું. કાલે તે જે તારા મમ્મીને રોવડાવી એ મને જરા પણ નથી ગમ્યું. એટલે હવે અમે નક્કી કર્યું છે કે તમે બંને જેમ લગ્ન કરવા હોય એમ કરી લો. હું કઈ ખર્ચ નહિ આપું કારણ કે, મારી પાસે પૈસા પણ નથી. અને હોય તો પણ મારે આપવા નથી.”

વિરાજ: ” જોવો પપ્પા મે કંઇ કાલે મમ્મીને ખોટી રીતે નથી રડાવી, મે જે કહ્યું એ સાચું જ હતું ને તમે જ વિચારોને કોઈને ગમે કોઈ ઘરે આવે ને આપણે એને એવું કહ્યું લે તું આવી તારી માટે તો જમવાનું જ નથી. અને એમાં લગ્નને અને આ વાતને શું લાગે વળગે…???? લગ્ન અમારા બંનેના છે ને મારા એકના થોડા છે તો શું લગ્ન બગાડાય..???!”

વિરાજના પપ્પા : ” તું સાચું બોલતો હોય તો શાંતિથી કહેવાય ને એ રોવે એ મને ન ગમે. અને તું બોલ્યો તો માહી માટે જ ને…???? અને હા મે જે નિર્ણય લઈ લીધો એ લઈ લીધો હવે કંઇ ફેરફાર ન થાય.”

   આ સાંભળીને માહી રડવા લાગી અને વિરાજ ખૂબ દુઃખી થઈ ગયો. આથી, એ માહીનું અને એના સપનાને રાખ થતા જોઈને ઢીલો પડી ગયો.

વિરાજ: ( ઢીલો પડી ગયો) પણ, પપ્પા તમે જે સજા આપવી હોય એ મને આપો. માહીને શું કામ ..???? એ લોકોને બધી ખરીદી થઈ ગઈ છે. અને બધી તૈયારી પણ શરૂ છે, અને પપ્પા આ એ લોકોના ઘરનો પહેલો પ્રસંગ છે. તમે કેમ કોઈનું વિચારતા પણ નથી…????? આમાં માહી કે એના ઘરના નો શું વાંક છે…???? “

વિરાજના પપ્પા: ” જો હવે માફી માંગવાથી કે એ લોકોનું વિચારવાથી કંઇ નહિ થાય. તારે બોલતા પહેલા જ બધું વિચારવું જોઈતું હતું ને..??? અને ખરીદી તો આપણે પણ થઈ ગઈ છે.”

વિરાજ: ” પણ, પપ્પા કોઈનો પહેલો પ્રસંગ ન બગડે એનો તો તમે વિચાર કરો. મારો તો તમે વિચાર નથી કરતા તો કંઇ નહિ.”

વિરાજના પપ્પા: ” તો તારે વિચાર કરવો હતો ને..??? બોલતા પહેલા હવે જે નક્કી થઈ ગયું એ થઈ ગયું હવે એમાં કોઈ ફેરફાર નહીં થાય.”

માહી: ( રડતા રડતા) મમ્મી તમે તો સમજાવો પપ્પાને કોઈ છોકરીનો પ્રસંગ આમ ન બગાડો. મે કેટલું વિચારી રાખ્યું હતું બધા પર પાણી ફરી જશે.”

વિરાજના મમ્મી : ” એના પપ્પા કહે એમ જ થાય હવે એમાં કોઈ ફેરફાર ન આવે, તમારે લોકો એ જેમ લગ્ન કરવા હોય એમ કરી લો કોર્ટમાં કરવા હોય તો કોર્ટમાં અને નહિ તો મંદિરમાં કરી લો.”

( માહી અને વિરાજ તો વિરાજના મમ્મી પપ્પાના આવા વ્યવહારથી હેબતાઈ ગયા હતા. વિરાજને તો હજુ પણ એના પપ્પાનો ગુસ્સો ખબર હતો. પણ, માહી તો રોવાનું બંધ જ કરતી ન હતી. એને ખૂબ દુઃખ લાગ્યું હતું કે, જેને એ પોતાના મમ્મી પપ્પા સમાન માને છે આજે એ જ મમ્મી પપ્પા એક દીકરીનો પ્રસંગ અને એની દીકરીના મમ્મી પપ્પા એ જોયેલા સપના પર પાણી ફેરવે છે. કોઈ આટલું નિર્દય કંઇ રીતે હોય શકે..???? અને આમ બોલતા બોલતા માહી સતત રડતી જ હતી.)

વિરાજ: ” માહી તું શાંત પડી જા. કાલે પપ્પાનો ગુસ્સો ઠંડો પડશે તો બધું સરખું થઈ જશે તું ચિંતા ન કર.”

માહી : ( રડતા રડતા) “શું ચિંતા ન કર..???? વિરાજ મારે બધી ખરીદી થઈ ગઈ છે, પર્લારમાં ઓર્ડર દેવાય ગયો છે, હજુ આપણે પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવવાનું છે, અને દરેક રસમના મે કપડાં લઈ લીધા છે અને મારો જ પહેલો પ્રસંગ છે મારા પપ્પાના લગ્ન પછીનો મારા ફઈ પણ કલકત્તાથી આવવાના છે હું શું ચિંતા ન કરું બોલ…???? તને લાગે છે આ બધું સરખું થશે. ???? મને તો નથી લાગતું. કોઈ એવો વ્યવહાર કરે પોતાની થવા વાળી વહુ સાથે શું કામ આવું કરે છે..???? આ લોકો મારી સાથે..??? વિરાજ મારો નહિ તો કંઇ નહિ મારા પપ્પાનો તો વિચાર કરાય ને..???”

( આટલું બોલતાં બોલતાં માહી ખૂબ રડે છે, અને વિરાજ પણ એને જોઈને ઢીલો પડી જાય છે. અને કહે છે)

વિરાજ: ” માહી તું ચિંતા ન કર અને રોવાનું બંધ કરી દે, તને ખબર છે ને તું રોવે એ હું નથી જોઈ શકતો, હું માફી માંગી લઈશ કાલે મમ્મી પપ્પા પાસે એટલે બધું સરખું થઈ જશે અને હા તું મને માફ કરી દે મારા લીધે તારે આટલું બધું દુઃખી થવું પડ્યું.”

માહી: ” ના વિરાજ એમાં તારી ભૂલ જ નથી. જો સાચું સાંભળવું અને પોતાની ભૂલ સ્વીકારવી એ ખૂબ અઘરું કામ છે એ મમ્મી પપ્પા અહીંયા કરી નથી શકતા અને તને સજા આપે છે એટલે ભૂલ એ લોકોની જ છે.”

( આમ વાતો કરીને બંને છુટા પડે છે. અને બંને થોડીવાર ચેટ કરીને સૂઈ જાય છે.સવારે વિરાજ માહીને મળવા જવાનું હોવાથી નાહવા જાય છે. આ બાજુ વિરાજ આવવાનો હોવાથી એ પણ નાહવા જાય છે. એ જ સમય દરમિયાન વિરાજના પપ્પા માહીના પપ્પાને ફોન કરી ને કહી દે છે. મારી પાસે લગ્નના પૈસા નથી. તમારે જેમ લગ્ન કરવા હોય એમ કરી શકો છો વિરાજની હવે કોઈ જવાબદારી મારી નથી. અને આ પ્રસંગ પણ મારો નથી. તો હું આ લગ્ન નહિ કરાવી શકું.માહીના પપ્પા સમજાવે છે કે, ભાઈ નાનાથી ભૂલ થાય મોટા એ પ્રસંગ ન બગાડાય પણ વિરાજનાં પપ્પા કંઇ સાંભળતા નથી. અને વાત કરીને ફોન મૂકી દે છે. થોડીવાર પછી વિરાજ માહીના ઘરે આવે છે.)

વિરાજ: “પપ્પા મારા પપ્પાનો ફોન આવી ગયો ને..??? બોલો કહેતા પણ નથી મને હું નાહવા ગયો ત્યાં તો ફોન કરી દિધો તમને મે કેટલું સમજાવ્યા કે આમ કોઈનો પ્રસંગ ન બગાડો, પણ એ કોઈ વાત જ નથી માનતા. મને આજે બહુ દુઃખ થાય છે કે મારા લીધે તમારો પહેલો પ્રસંગ જ બગડશે. પણ મને માફ કરી દેજો મે ઘણી વાર માફી માંગી અને હજી માંગુ છું.”

માહીના પપ્પા: ” હવે જવા દેવાનું માણસો ન સમજે તો શું કરવાનું, અફસોસ રહેશે અમને જિંદગીભર કે અમે અમારી પહેલી દીકરીના લગ્ન પણ સરખી રીતે ન કરી શક્યા. તમે પ્રયત્ન કર્યો એ સારું કહેવાય પણ એમને એક પ્રશ્ન છે.”

વિરાજ: ” હા, બોલોને પપ્પા શું છે…???”

માહીના પપ્પા: ” અમે તો જોવો છોકરી તમારા પપ્પાના ભરોસે આપી હતી પણ હવે એમણે તો એવું કર્યું તો લગ્ન પછી તમે એનો સાથ નહિ મૂકો ને…???”

વિરાજ: ” ના રે, હું એવું શું કામ કરું તો તો અત્યારે જ મને લગ્નની પણ ના પાડે છે બધા બધાંને એમ જ છે કે ઝઘડો માહીના લીધે થયો છે પણ મને સાચી ખબર જ છે. અને પપ્પા બધા છોકરાનું સપનું હોય કે હું મારા પપ્પા જેવો થઈશ પણ મારે નથી થવું કોઈ છોકરીના લગ્ન આવી રીતે હું ન બગડી શકું.

માહી: વિરાજ ચલને હજુ એક વાર ઘરે વાત કરી જોઈએ માની જાય તો રિસેપ્શન તો કરીએ એક પ્રસંગ તો થાય. કરી જોઈએ ને પપ્પા ઘરે વાત..????

માહીના પપ્પા: કરી જોવો પણ મને નથી લાગતું એ લોકો માને છતાં, પણ કરી જોવો માની જાય તો સારું.

( તો શું થશે મિત્રો…???? માહી અને વિરાજ વિરાજના ઘરે વાત કરવા આવે છે..???? શું વિરાજના મમ્મી પપ્પા માની જશે…??? કે નહિ માને..??? શું માહીના લગ્ન બગડશે કે નહિ…??? કે એક મા બાપ આવનારી વહુના અને દીકરા બધા સપના પર પાણી ફેરવી દેશે..???? આ દરેક સવાલના જવાબ melvvamaate જોડાયેલા રહો મારી સાથે અને મારી આ વાર્તા વાંચતા રહો અને તંદુરસ્ત રહો.)

                               (ક્રમશઃ)

Leave a Reply