અંતર્ગત .. અછાંદસ કાવ્ય.. ૨૦-૮-૨૦૨૦ ગુરૂવાર..
૧) મા…!
કે
લાડલી… !!
મા મમતાળુ છે.
લાડલી લાગણી છે..!
મા દુનિયા છે.
લાડલી પ્રેમ છે..!
મા દુવાઓ વરસાવે છે.
લાડલી એટલે મનોબળ મજબૂત કરે છે..!
મા એટલે હેતુનું ઝરણું છે…!
લાડલી વ્હાલનો દરિયો છે..!
મા એ નિઃસ્વાર્થ પ્રેમનો સંગ્રહ છે.
લાડલી એ પ્રિતનું પારેવડું છે..!
મા હંમેશા પીઠબળ બની રહે છે..!
લાડલી ટેકો આપી ચાલતાં શીખવે છે..!
મા અનુભવોનું ભાથું છે..!
લાડલી પ્રેરણા નું બળ છે..!
મા = મમતા..!
લાડલી = દીકરીનું લાડ.!
મા = જેનાં હ્રદયમાં વસવાટ કરે છે સંતાનો…!
લાડલી = કુમકુમ પગલાં પાડી ઘર પાવન કરે છે..!
મા વગર ઘર વિરાન છે..!
લાડલી ઘરનું ઘરેણું છે..!
મા = સંઘર્ષના દિવસોનો વિસામો છે..!
લાડલી = સંઘર્ષ નાં દિવસોનો સહારો છે..!
ભાવના ભટ્ટ અમદાવાદ…..
૨) લાડલી બસ કર. હાસ્ય કવિતા…
લાડલી હવે તો બસ માફ કર,
થોડી તો પેટ ઉપર દયા કર.
આ નાના-મોટા દર્દો મારાં, એસીડીટી, પિત્ત નો વિચાર કર,
આગ્રહ કરીને ખવડાવી આ પેટ થયું ઢમઢોલ એ વિચાર કર.
ક્યાં સુધી રે’વું આમ જ, હવે તો કંઈક દયા કર,
તારી એક દયાથી મારાં પેટને રાહત મળશે એ વિચાર કર.
Advertisement
હશે જો તું સમજે તો, થોડું ઓછું પિરસવાનો વિચાર કર,
અમારી પણ થોડી આ માંગણી પર થોડો તો વિચાર કર.
હોય જો લાખો પૂન્ય ત્યારે મળે તારાં જેવી લાડલી,
અમે રહ્યાં ભાવના ભૂખ્યા, બાકી ભોજન ઓછું પિરસ લાડલી…
ભાવના ભટ્ટ અમદાવાદ….
૩) એક મેક પૂરક અછાંદસ કાવ્ય…
મા ની મમતા એ સુખદુઃખની સખી છે.
નાનપણથી આગળી પકડી ચલાવનાર સખી છે.
લાડલી એ અધિકારોની મીઠી છડી છે,
જિંદગીમાં માર્ગ દર્શિકા બનનારી સખી છે.
મા એ જિંદગીનાં સોગઠાં બાજીમાં જીતાવનાર સખી છે,
જિંદગીમાં વાણી,પાણી સંભાળો એ શીખ આપનાર સખી છે.
લાડલી મૈયર ભૂલી ચાલી સાસરીમાં એ ન્યારી સખી છે,
લાડલી એ યાદનું મીઠું ભાથું બની રહેનાર સખી છે.
મા એટલે ખોળામાં માથું મૂકતાં હાશ થાય એ સખી છે,
આ ભવેને ભવેભવ ભાવના સાથે મળનારી એ પ્યારી સખી છે..
ભાવના ભટ્ટ અમદાવાદ…..