સાગર ને સરિતા

સાગર એ મારો પ્રાઇવેટ દરીયો છે. જેમાં ડૂબકીઓ મારીને મને હું જ મળી. એક ને એક પણ દર વખતે અલગ.

વાત કરું શરૂઆત થી તો એને જોયા પહેલા એના નામથી જ મને તો લવ થઈ ગયેલો. કે કેટલું સરસ નામ છે. જોકે  એ વાતની મને પાછળ થી ખબર પડી. જ્યાર થી ખબર પડી કે હું એને ગમું છું ત્યાર થી લઈને આજ સુધી ને એ પહેલા મારી લાઇફમાં કોઈ માટે જગ્યા નહોતી. એવો કોઈ એહસાસ નહોતો. ને દિલ દિમાગ ના એ ભાગ માં મોટું તાળું લાગેલું હતું જે એણે ખોલ્યું.મને તો વિશ્વાસ જ નહોતો આવતો કે કોઈને હું ગમું છું, એ વિચાર જ મારી 24×7 ખુશીનું કારણ બની ગયું.

પેહલી વાર જ્યારે જોયો 2-3 સેકેન્ડ માંજ અછડતી નજર ફટાફટ ફેરવી લીધી. કે ક્યાંક એને ખબર ના પડી જાય. પહેલો વિચાર એ જ આવ્યો કે કેટલો નાનો દેખાય છે.

દેખાવમાં મારી જેમ એવરેજ. પણ મને ક્યારેય એ વસ્તુ એ અસર જ નથી કરી કેમ કે મને હમેંશા એની આંખો માં એટલી લાગણીઓ દેખાતી કે ક્યારેક તો એની હૈરસ્ટાઇલ જોવાનું પણ રહી જાય.

એ એટલો મસ્તીખોર, હસતો – હસાવતો, બોલકો, હમેંશા સામેથી બોલાવે અને મારી તો ફૂલ ફાટે સામેથી બોલતા. પણ એ ના બોલાવે ત્યાં સુધી એવું થયા કરે કે મને બોલાવે તો મજા આવે. આદત નહોતી કોઈ બોયઝ જોડે વાત કરવાની.

એટલું બધું નોલેજ એની પાસે! આટલું ઓછું હતું મને ઇમ્પ્રેસ કરવા માટે તો ભાઈ ના તો હેન્ડ રાઇટિંગ એ એટલા મસ્ત. જ્યારે મેં પહેલી વાર એના રાઈટિંગ જોયા ત્યારે મને થયું કે ભૂલથી એ જો આ મારા રાઇટીંગ જોઈ લેશે ને તો ઈજ્જત ઉતરી જશે!

સાગર અને મારી સરખામણી કરું તો તારણ એવું નીકળે કે એ જ્યાં જ્યાં પ્લસ છે ત્યાં ત્યાં હું માઇન્સ અને જ્યાં જ્યાં હું પ્લસ છું ત્યાં ત્યાં એ માઇન્સ! એકબીજાથી સાવ અલગ અને એકબીજાના પૂરક!

ટેકનિકલ નોલેજ, જીકે, સ્પોર્ટ્સ, કોમ્યુનિકેશન સ્કિલ્સ – વાક્ચાતુર્ય! Presence of mine, અને ઘણુ બધું, એ જેવી રીતે પોતાને વ્યક્ત કરે! કોઈ જ બ્રેકેટ્સ નહિ ને કોઈ ફૂદડી * નહિ! અને મારે તો બ્રેકેટ ને બ્રેકેટ. યાર એ હમેંશા મારાથી આગળ. મારે દોડવું જ પડતું (દિમાગમાં) અને મને હંમેશા એવું જ લાગતું કે એણે હમણાજ મને બોક્સમાંથી બહાર કાઢી હોય એવી.

મારો પહેલો પ્રેમ, પહેલું કોઈ એ કરેલું પ્રપોઝ,  લાઇફની પહેલી મૂવી, મને મળેલી પહેલી બર્થડે ગિફ્ટ, પહેલું કેડબરી સેલિબ્રેશન, પહેલી પાર્ટી, પહેલી કિસ, પહેલો સ્પર્શ ( ઝણઝણાટી વાળો ) કોઈના માટે પહેલી વાર ઘરે બોલેલું જૂઠ, પહેલો ટેક્સ્ટ મેસેજ! પહેલો વિડિયો કોલ!!!! આ બધી એક્સાઇટિંગ વસ્તુઓ સાગર સાથે જ તો થઈ.

બાકી મને તો કંઈ કરતાં કંઈ ગતાગમ પડે નહિ. એક તો હું આમ એટલી introvert અને બોયફ્રેન્ડ, રેલેશન્સ એવા બધા સાથે કઈ રીતે ડીલ કરવી મને સમજ ના પડે. બહાર દુનિયાની કશી ખબર નહિ એટલે I keep mum. ઘણુ બધું કહેવું હોય પણ શું કહેવું છે એ ખબર ના પડે. મને તો કોઈ ઉપર ક્રશ આવે એ પહેલા જ લવ થઈ ગયો હતો.  અને હમેંશા એક ડર લાગ્યા કરતો કે મારાથી દૂર ના થઈ જાય કે પછી કોઈ મારાથી બીજી સારી છોકરી ના મળી જાય. કે મારા થી એવું કંઈ ના થઈ જાય કે એ મને છોડી દે. પણ હવે એવું નથી. હવે તો હું ગમે તેટલો હેરાન કરીશ ને તો પણ એ મારી પાસે જ રહેશે.

પણ હા એ નક્કી હતું કે જો અમે રિલેશન માં આવીશું તો, હું તો એને ક્યારેય નહી છોડુ. એણે મે કહ્યું નથી પણ જ્યારે મેં તને હા પાડેલી ને ત્યારે મે મારી જાત ને એક પ્રોમિસ આપેલું(મન માં જ) કે કંઈ પણ થઈ જાય તારા બધા પ્રોબલેમસ હવે મારી જવાબદારી છે અને હું તને સુખી કરી ને જ રહીશ. બસ એટલી ખબર હતી કે એ મારી જ જ્ઞાતિનો છે અને ક્યાંનો છે. બાકી કોઇજ માહિતી નહિ! જરૂર જ ના લાગી ક્યારેય ( એટલે જ કદાચ પ્રેમને આંધળો કહેતા હશે! )  એટલું attraction અને એટલી તો strong feelings હતી  એના માટે કે એ ઉપરવાળાની સાઝીશ જ લાગે મને તો! 

બાકી એ પૂર્વ તો હું પશ્ચિમ! એને મ્યુઝિક ગમે ને મને લીરિક્સ! એને હોલિવૂડ ગમે ને મેં તો મૂવી જોવાની શરૂઆત જ કોલેજમાં આવીને કરી. એને વિકિપીડિયા ગમે ને હું બુક્સ ની વાર્તાઓ માં મને શોધ્યા કરું. એને રીયલ લાઇફ માં વધારે રસ ને મને રીયલ માં ના મળે તો મનમાં વિચારી ને ખુશ. એના વિચારો સીધી લીટી જેવા ને મારા બુક ના છેલ્લા પેજ પર ઠોઠ વિદ્યાર્થીએ કરેલા ગુચવાળા જેવાં! એના  એટિકવેટ્સ અને મારો કંફર્ટ ઝોન!!! આ બધાની વચ્ચે જો કંઇ સામ્યતા હોય તો એ છે પ્રેમ.  એટલું પૂરતું છે અમારા માટે. આખી લાઇફ એકબીજા સાથે જીવવા માટે.

ડ્રામેટિક લાગે પણ ખરેખર એવું થતું કે જ્યારે એ મારી સાથે હોય ત્યારે મને મારી આસપાસ શું થાય છે એની ખબર જ ના હોય. બસ એ કંઇક ને કંઇક બોલ્યા કરે ને હું સાંભળ્યા કરું. 10 વર્ષ થયા આ વાત ને આજ સુધી મને એને સાંભળવાનો કંટાળો નથી આવ્યો. હા હવે એને બોલવાનો કંટાળો જરૂર આવે છે.

સાગર એ છે જે જેની સાથે વાતો કરું મજાક મસ્તી કરું તો મારો ફ્રેન્ડ લાગે, બહાર જઈએ રખડીએ ફ્લર્ટ કરે ત્યારે બોયફ્રેન્ડ લાગે, પ્રેમ કરે ત્યારે હસબન્ડ, મને થોડું પણ કંઇક થાય તો એ ઉચનીચો થઈ જાય ત્યારે મમ્મી લાગે, અને જ્યારે પ્રોટેકટ કરે ત્યારે પપ્પા લાગે.  અને હદ તો ત્યારે થાય કે જ્યારે એને મારું ફેઇસ જોઇને, કોલ પર વાત થાય તો અવાજ સાંભળીને, અને ચેટ કરતાં હોય તો મારા રિપ્લે પર થી મારા મનમાં શું ચાલે છે એ ખબર પડી જાય ત્યારે કોઈ માયાવી પુરુષ લાગે!

આ બધું મને એટલું બધું ફિલ કરાવ્યું છે એણે કે હવે કોઈને શું લાગશે એનો મને કોઈ  કરતાં કોઈજ ફરક નથી પડતો. બસ સાગરને શું લાગે છે શું ગમે છે એજ મહત્વનું રહી ગયું.

અને એક વસ્તુ કે જે એણે અને મારા પપ્પા બેઉ એ મને એવી આદત પાડી છે કે ક્યારેય કોઈના પર આધાર નહિ રાખવાનો. એનો તો હું આભાર માનું એટલો ઓછો.

એ પણ બીજા બોયફ્રેન્ડઝની જેમ મને પેમ્પર કરી શકતો હતો. but he didn’t.

I noticed and realised કે હું હજુ બહું ગરબડ કરી નાખું, જેમ કે અમુક અંગત ની સામે એની અમુક નહિ કેહવાની વાતો બોલી દઉં છું જેનો પાછળ થી મને પસ્તાવો થાય પણ મને યાદ છે ત્યાં સુધી એણે મારી એવી કોઈ બાબત ખુલ્લી નથી કરી કે જેથી મારું નીચું દેખાય. મસ્તી કરે એ અલગ પણ મારી ઘસાતી વાત એ ક્યારેય નહિ કરે. એટલે  હવે હું પણ બોલવામાં ધ્યાન રાખું છું.

દરેક માણસમાં કંઇક સારું અને કંઇક ખરાબ હોય જ. એની એકજ નેગેટીવ વસ્તુ હતી એનો ખતરનાક ગુસ્સો. જોકે એમાં મારાથી એ કંઇક આડા અવળું થયું હોય! પણ સાલું મારું નસીબ એવું ને કે ખરા ટાઈમે જ એવું કંઇક થઈને ઉભુ રે કે ભૂલ કરી દઉં. અને ત્યારે એટલું ખરાબ ફીલ થતું મને એમ થતું કે ક્યાંક અદ્રશ્ય થઈ જઉં કે ક્યાંક જતી રહું. કારણ એક જ હતું કે જેમ લવ કરવાવાળો એ પહેલો હતો એમ મારા પર ગુસ્સો કરવાવાળો પણ એ પહેલો જ હતો. એટલે મારા થી એ સહન નહોતું થતું.

જોકે ટાઈમ જતા એણે ગુસ્સાને પણ ઘણો ઓછો કરી નાખ્યો છે અને મેં મારું ભૂલો કરવાનું ચાલુ રાખ્યું છે.

મારી અને સાગર ની એજ પળો મને નથી ગમતી જેમાં અમારો ઝઘડો થઈ જાય.જોકે મોટાભાગે ઝઘડા માં ચિંતા સામેવાળા ની જ હોય. પણ મને એ નથી ગમતું. હા પણ પાછું એ સારું છે કે ફ્ટફટ બધું સોલ્વ થઈ જાય છે. અમુક મિનીટોમાં જ! એવું કંઈ નથી કે જે મારે એને કહેવું પડ્યું હોય કે મારા માટે આવુ કર. એણે કરી જ દીધું હોય! હંમેશા બે કદમ આગળ!

મને હમેંશા એવા લોકો ગમે કે જે મોઢા પર સાચું બોલી શકતા હોય, કેમકે એ બિલકુલ સહેલું નથી(મારાથી જ નથી થતું ને આવું) અને સાગર એવો જ છે. એટલે મને ગર્વ છે એના પર. હા જોકે સત્ય કડવું લાગે પણ સમય જતાં સારું જ લાગે.

He has a pure heart! મારું એ pure જ‌ છે હોં પણ એનું વધારે છે.  અમારું રિલેશન ટ્રાનસપરન્ટ છે એનો 100% શ્રેય સાગરને જ જાય છે, કેમ કે આવી તો ઘણી બધી બાબતો છે જે હું તને જોઇને શીખી છું.

મને ક્યારેય કરતાં ક્યારેય એવું ફિલ નથી થયું કે સાગર સાથે રેહવાનો મારો નિર્ણય ખોટો હતો. કે કયારેય એ સાથે હોય તો મને low ફીલ નથી થયું કે નથી એણે કયારેય એવું કંઇ કર્યું કે જેનાથી મને હર્ટ થયું હોય. જોકે ઝીણાં ઝીણાં તણખા ઝર્યા કરે. એનાથી કંઈ હર્ટ ના થાય.

તણખા તો થવા જોઈએ બાકી ખબર કેમ પડે કે આપડે જીવતા છીએ અને એની બઉ ગમતી એક આદત કે એ હંમેશા મને સળી કર્યા કરે. ઉપર ઉપર થી ચિડાઈ જવાય પણ અંદર થી મજા એ આવે. એ ક્યારેય હેરાન ના કરે તો મને મજા ના આવે  મને ક્યારેય એવું નથી થયું કે હું એની કોઈ બાબત બદલું. એ જેવો છે મને એવો જ ગમે છે. તો પણ હું શિખામણ આપતી રહીશ કે, “તું આમ નથી કરતો ને તેમ નથી કરતો. હું તો બોલું તારે માનવાનું નહીં તું બદલી જઈશ તો I’ll miss my Sagar….”

અને આજે પણ મને જ્યારે ઊંઘ ના આવતી હોય ને ત્યારે સોંગ્સ સાંભળતા સાંભળતા હું આપણી સ્ટોરી પેહલેથી rewind કરતી હોઉં, એમાં જે જે ભૂલો મે પાસ્ટ માં કરી હતી ને એ સુધારીને જીવું. જે જ્યારે બોલવાનું હતું ને હું નહોતી બોલી શકી એ બોલી લઉં.

મને એવું થાય કે ભગવાનનો આભાર કે મને હમેંશા એવા લોકો ગમે કે જે મોઢા પર સાચું બોલી શકતા હોય, કેમકે એ બિલકુલ સહેલું નથી(મારાથી જ નથી થતું ને આવું). બાકી આજે જે સંતોષ છે એ ના હોત.

જ્યારે તમારી સાથે નો માણસ સાચો હોય ને ત્યારે પરિસ્થિતિ ની અવસ્થા ગૌણ બની જાય. અને એનું ઉદાહરણ એટલે અમારું વર્તમાન.

સારા માણસ સાથે ખરાબ સમય કેમ જતો રહે એની બઉ ખબર ના પડે.પણ ખરાબ માણસ સાથે સારો સમય કાઢવો બઉ અઘરો પડે.

આનાથી વિશેષ શું જોઈએ લાઇફ માં?

_ચૈતાલી પટેલ

Leave a Reply