પ્યારના નશામાં ચૂર… ઇશ્કની મજા ભરપૂર

“ઓ રોકાઈ જા ને!” સાવ ધીમેથી પણ પાસે જ રહેલો મોહિત સાંભળે એમ વર્ષા બોલી!

“ઓકે…” કહેતા એણે એની વાતનો જવાબ આપી દીધો.

મોહિત એની સગી બહેન નેહા સાથે એની માસીના ઘરે આવ્યો હતો. સૌ મસ્તી ના મૂડમાં હતા.

“ઘરે જઈને તારે શું કામ છે? બેસ ને હવે!” રિયાએ કહ્યું.

“અરે, ઓ આત્મા… કેમ એકનું એક જ ગીત વગાડ્યા કરું છું?!” મોહિતે વર્ષા પાસેથી ફોન લઈ લેતા કહ્યું.

“હું તો પાગલ જ છું!” વર્ષા બોલી તો બધા જ હસવા લાગ્યા!

“અરે યાર, તું મને કહું એમ બધાને થોડી કહેવાય!” મોહિત મનોમન બોલ્યો.

આટલી વાત માં તો સાવ રડવા જેવું મો કરીને વર્ષા એક બાજુ ચાલી ગઈ!

“અરે હું જ છું, પાગલ!” મોહિતે કહ્યું અને એણે મનાવા માંડ્યો. પણ એ એની પાસે જતા હજી ડરતો હતો એની સગી બહેન નેહા અને માસી ની છોકરી રિયા એણે ચીડવે ના! આથી એ દૂર દૂર થી જ એણે કહેતો.

સૌ જસ્ટ જમીને ઘરની જ સામે આવેલા આંબાના ઝાડની નીચે ખાટલે બેઠા હતા. મોહિત એના બાઈક પર બેઠો હતો.

“ચાલ, તને બાઈક પર ફરવા લઈ જાઉં!” એણે મનાવવાના એક પ્રયત્ન માં એણે કહ્યું.

“ચાલ… મજા આવશે!” નેહા બોલી.

બાઈક સ્ટાર્ટ કરવામાં આવી… વર્ષા એની પાછળ બેઠી… પછી નેહા અને છેલ્લે રિયા…

મસ્તીના વાતાવરણ માં સૌ મૂડમાં હતા. રસ્તામાં જે કોઈ પણ આવતા હતા એમની મજાક ઉડાવવામાં આવી રહી હતી. આ સૌમાં મોહિત તો બસ વર્ષાની સ્માઈલ જ જોઈ રહ્યો હતો.

આજની હવામાં તો જાણે કે નશો જ હતો! બહુ જ સામાન્ય વાત પણ સૌને ખૂબ જ હસાવતી હતી!

Advertisement

a

એવામાં જ રસ્તામાં અમુક તાળ ના ઝાડ નીચે ટાળી વેકતા જોવા મળી! “ટાળી પીવાડ તો જ માફ મારું એમ!” વર્ષા એ જીદ કરી.

“હા…” કહેતા સૌ નીચે ઉતર્યા.

“ઓય તારે તો બાઈક ચલાવવાની એટલે તું ઘરે જઈને જ પીજે!” નેહાએ સાફ તાકીદ કરી!

“ઓકે!” કહી મોહિતે માન્ય રાખ્યું.

વર્ષાને તો શું ગમ હતો કે શાની મજા હતી એ તો એક નહિ બે નહિ ત્રણ પણ નહિ ચાર ચાર ગ્લાસ ટાળી પી ગઈ! પીધી તો પીધી પણ એણે તો બહુ જ ચડી પણ ગઈ!

નેહા અને રિયા એ પણ ટાળી તો પીધી જ હતી.

સૌ માંડ બાઈક પર ગોઠવાયા, કેમ કે ટાળી પીધા પછી સૌ બહુ જ ઘેલી ઘેલી વાતો કરતા હતા. અને ખાસ તો વર્ષા ને જ ચડી ગઈ હતી.

“મોહિત… મારો મોહિત!” નહિ જવાનું ઘરે! તારા માસીના ઘરે જ રહેજે! મારી પાસે!!!” વર્ષા સાવ અલગ જ અંદાઝ માં બોલી રહી હતી.

“ના… અમે તો જવાના જ હમણાં જ…” નેહા પાછળથી બોલી.

તો એટલામાં તો વર્ષા એ મોહિતે આગળથી બાથ ભરી લીધી… “ના… મોહિત મને છોડીને તું ક્યાંય ના જતો!”

“હા… બાપા હું તને નહિ છોડીને ક્યાંય જતો!” મોહિત ને વર્ષા પર ગુસ્સો પણ આવતો હતો અને પ્યાર પણ!

“મમ્મી મારી સગાઈ બીજે કરાવવા માંગે છે! એની તો …” ટાળી ના નશામાં વર્ષા એકલી એકલી બોલી રહી હતી.

સાંજ પડ્યે સૌ ઘરે ગયા તો સૌ તો હેરાન જ રહી ગયા કે સૌ એ ટાળી પીધી એમ!

“આ ટાળી કોની છે!!!” એમ એના હાથમાં રહેલી ટાળી બતાવતા નેહા બોલી તો મોહિત અને વર્ષા તો એની ઉપર રીતસર ઝાટક્યા! છેલ્લે મોહિતે પણ એ ટાળી પી જ લીધી!

પછી તો શું?! બંને એકમેકની સાથે હાથોમાં હાથ નાંખીને લવ અને શાદી ની વાતો કરવા લાગ્યા. બંનેની ફેમિલી ને તેમના લવ વિશે ક્યારનો ખ્યાલ આવી ગયો હતો!

તાળીના નશામાં જ બંને ક્યારે ઊંઘી ગયા કોઈને ખ્યાલ જ ના રહ્યો! સવારે જગ્યા તો બંનેને થોડું થોડું માથું દુખતું હતું.

“ઓહ તો જાગી ગયા! તમારી બંનેની વચ્ચે શું ચાલી રહ્યું છે?!” વર્ષાની મમ્મીએ ધારદાર નજરો થી પૂછ્યું.

“કઈ નહિ, અમે તો જસ્ટ ફ્રેન્ડ જ તો છીએ! કઈ જ નહિ બીજું!” વર્ષા બોલી તો મોહિત એની આંખોમાં આંખો નાંખીને બોલ્યો, “હા… જસ્ટ ફ્રેન્ડ જ!” કહીને એણે ઘરે જવા બાઈક કાઢી!

“અરે બાપા, સોરી! મારો મતલબ એવો બિલકુલ નહોતો!” વર્ષા એ કહ્યું અને એણે બાઈક પર થી ઉતાર્યો.

“હું મોહિતે બહુ જ લવ કરું છું… પહેલા દિવસથી જ… જ્યારથી અમે મળ્યા!” વર્ષા એ મોહિતે ગળે લગાવી જ રાખ્યો હતો અને બોલતી હતી.

“હા… તો કરાવી જ દઈશું ને મેરેજ!” એની મમ્મી એ કહ્યું તો સૌને તો લાગ્યું કે મજાક મારે છે!!!

“અરે… સાચ્ચું હું કરાવીશ જ તમારું મેરેજ!” એણે ફરી કહ્યું તો સૌને યકીન થયું!

Leave a Reply