‘એક રૂપિયો’

એક રૂપિયો”
થોડાક વર્ષો પહેલાની વાત છે કે, જ્યારે ફોન કરવા માટે તો ઠીક ફોન ઉપાડવા માટે પણ પૈસા ચુકવવા પડતા હતા..! એ સમયે હું વિદ્યાથી કાળમાં હતો.ત્યારે હું રાજકોટ જિલ્લાનાં ધોરાજી તાલુકાના ભુતવડ ગામની વિદ્યાભારતીની સંસ્થા માં અભ્યાસ કરતો હતો અને ત્યાંજ નિવાસ કરતો હતો. એટલે કે ત્યાની હોસ્ટેલ માં રહેતો હતો.

નવો સવો ત્યાં ગયો હતો. નવો પ્રદેશ નવા નવા લોકો અરે!, બોલી પણ નવી અને એવા વાતાવરણ માં હું પોતાની જાત ને સેટ કરવા મથતો હતો કારણ કે હું હતો ઉત્તર ગુજરાત નો અને સૌરાષ્ટ્ર માં ગયો હતો.એવા માં જ મારી હોસ્ટેલ માં સાતમ-આઠમ ની રજા મળી આમેય ત્યાં સૌરાષ્ટ્ર માં ગોકુલ આઠમ નું ખુબ જ મહત્વ એટલે મારી હોસ્ટેલ માં મીની વેકેશન પડ્યું અને હું ખુબજ ખુશ હતો અને હું એટલો બધો ખુશ હતો કે મારા આનંદ નો પાર નહિ કારણ કે છેલ્લા ઘણા મહિનાઓ થી હું મારા વતન માં એટલેકે પાટણ માં અને એમાય મારા ઘેર કે જ્યાં મારુ વ્હાલું કુટુંબ અને કુટુંબ માં વ્હાલો હું અને એથીયે વ્હાલી મને મારી માં કે જેને હું પ્રેમ થી મમ્મી કે મમલી કહી દેતો. એવી મારી માં મારી આતુરતા પૂર્વક રાહ જોતી હશે. એવો વિચાર મને રોમાંચિત કરી દેતો અને મારા અંતર ને ખુશી થી ભરી દેતો …!


અને; આમ, વિચારમાં ને વિચારમાંજ મેં મારો બિસ્તરો પેક કર્યો. અને હોસ્ટેલ થી નીકળ્યો તો જાણે કે કુલી નંબર-૧ નો ગોવિન્દા જ જોઇલો. હાથ માં સ્ટીલની પેટી એક સ્કુલબેગ,એક બગલ થેલો અને વળી પાછી પ્લાસ્ટિક ની થેલીઓ તો ખરીજ .. આ બધું લઈને હું છકડા *(સૌરાષ્ટ્રમાં બુલેટ કે બાઈક પાછળ બે પૈડા ની ટ્રોલી જોડી બનાવેયેલો એક પ્રકાર નો રીક્ષો)માં બેસી ને ધોરાજી નાં બસસ્ટેશન ગયો અને ત્યાં થી મેં રાજકોટ ની બસ પકડી રાજકોટ તરફ પ્રયાણ કર્યું….


રાજકોટ બસસ્ટેન્ડ માં હું જેવો ઉતર્યો ત્યાજ મને બીજી કોઈ બસ ના કંડકટરે સામાનથી લદાયેલા જોઈ ને મને ‘ વન મેં આર્મી ‘ નું બિરુદ આપી દીધું તરત આ સાંભળી મને મનમાં ખુબ ખુશી થઇ હતી પરંતુ એટલીજ ઉતાવળ પણ હતી પાટણ પહોચવાની અને એ ઉતાવળ માં ને ઉતાવળ માં હું રાજકોટ ના બસ સ્ટેશન માં ઉતર્યો હતો. અને ત્યાં મારી સાથે બનવા જેવી થઇ……

આ સ્ટોરી પણ તમને ગમશે..વાંચવા અહિયા ક્લિક કરો..


હું પુછપરછ બારી માં મારા વતન ની બસ નો સમય પૂછવા ગયો સામાન નજર સામે રાખીને, ત્યાં બેઠેલા અધિકારી કહ્યું કે ૩૦ મિનિટ .. પછી.. જૂનાગઢ -પાટણ આવશે. ત્યાં હું હરખાતો હરખાતો બસ સ્ટેશન માં ઓટલા જેવા લાગતા સિમેન્ટના બનેલા બાંકડા ઉપર બેઠો અને ત્યાં બેઠો -બેઠો મગજમાં તો ખુશી અને રોમાંચમાંજ મારું મન રાચતું હતું.. ક્યારે બસ આવે? અને હું એમાં બેસી પાટણ જવા નીકળું આવા ઘણા બધા વિચારોનું મંથન ચાલતું ત્યાં વળી હું પાણી નું પાઉચ લેવા ‘એસ-ટી ઉપહારગૃહ’ કે જે હું જ્યાં બેઠો હતો તેની એકઝેટ સામે ની બાજુએ હતું એટલે હું મારો સામાન ત્યાં જ બાકડા ઉપર મારી નજર સામે રાખી જોતો જોતો ત્યાં હું ગયો અને મારા શર્ટના ઉપરના ડાબી બાજુના ખિસ્સા માં પડેલું ‘એક રૂપિયા’ નું પાઉચ લઇ ને પીતો હતો ત્યાં હજી પાણીના પાઉચનું પાણી હજી પૂરું પણ થયું નહતું અને મારી બસના દર્શન થયા…’પાટણ-જૂનાગઢ’ અને પાઉચ બાજુમાં રહેલી વાદળી રંગ ની કચરાપેટી માં ફેકતા ની સાથે જ હું ત્યાં સામેની બાજુ દોડી ને ફટાફટ પેટી ,સ્કૂલબેગ,બગલથેલો, તેમજ પ્લાસ્ટિક ની થેલીઓ ઉપાડી બસ માં બેઠો અને ટિકિટ લેવા પાકીટ કાઢવા ગયો અને મનમાં ફાળપડી… જોયું; તો પેન્ટ નાં પાછળ નાં ખિસ્સા માં વોલેટ(પાકીટ) નહિ! ફરી ચેક કર્યું પણ ખિસ્સા માં હોય તો મળે ને ?? એ બસસ્ટેશન ની હળબળાટી માં ક્યાંક પડી ગયું ? કે પછી ખિસ્સું કપાઈ ગયું? કે કોઈએ મારું પાકીટ મારી લીધું ?

મારી ખુશી નો કોઈ લાભ ઉઠાવી ગયું હોય એવું મને લાગ્યું. બે ક્ષણ માટે તો જે ઘેર જવાનો આનંદ હતો એ પાણી નાં બરફ ની માફક પીગળી ગયો .ધર્મ સંકટ આવ્યું હું એક વિદ્યાર્થી અને એને કેવીરીતે કંડકટરને કહેવું કે ટિકિટ નાં પૈસા નથી…બધાજ ખિસ્સા તપાસ્યા પણ કઈ હાથ લાગ્યું નહી … હવે ?…ઉમર; મારી નાની, એટલે મુસાફરી નો કોઈ અનુભવ નહિ પહેલ-વહેલો ઘેરથી દુર ગયેલો… ત્યાં કંડકટરને રહી સહી હિંમત ભરીને લાચારી પૂર્વક કહ્યું કે કાકા એય હાય… પાકીટ ક્યાંક પડીગયું. પણ કંડકટર ને એ બસના અવાજ માં મારાએ શબ્દો એને સાભળ્યા નહિ હોય કદાચ એટલે એમણે મેં ફરીથી કહ્યું કે કાકા મારું પાકીટ પડી ગયું કે અથવા બસ સ્ટેન્ડ, માં ચોરાઈ ગયું લાગે છે ત્યારે એમને મને કહ્યું કે હજી બસ ઉપાડવાની પંદર મિનિટની વાર છે જાવ તમે જ્યાં બેઠા હોવ ત્યાં શોધો કદાચ મળી જાય અથવા તો ટિકિટ પુરતા પૈસા લઈને આવો!!..


હું એજ કુલીની સ્ટાઇલ માં બસઉતર્યો પણ હવે ઉત્સાહ હતો નહિ મોઢું પડી ગયેલું ઘેર જવાની ખુશી ક્યાંક ઊડી ધકેલાઈ ગઈ હતી હવે વિચારતો કે શું કરવું ? કંડકટરે ડ્રાઈવર ને કહ્યું ત્યારે ડ્રાઈવરે હસતા હસતા કટાક્ષમાં મારી સમક્ષ જોયું પણ મને જોયા પછી એનું હસવાનું બંધ થયું. પછી મને આશ્વાસન આપ્યું કે કોઈ સગાવ્હાલા ને બોલાવી લે અથવા કોઈ ફ્રેન્ડ ને ફોન કર….

આ સ્ટોરી પણ તમને ગમશે..વાંચવા અહીયા ક્લિક કરો..


ત્યાં જ વળી મને મનમાં થયું કે ફોન કરું તો પણ કોને કરું? અહી તો કોણ મને ઓળખે તે મને ઉછીના પિસા આપે કે ટિકિટ નાં પણ !!
મને અહી ભૂત નો ભાઈ પણ ઓળખતો હતો નહી રાજકોટ માં આવા વિચારો મગજમાં ચાલતા હતા ત્યાં વળી પાછો મને ફોન કરવાનું યાદ આવ્યું પરંતુ એ વખતે મોબાઈલ યુગ આટલો અત્યાર જેટલો વિસ્તરેલો નહી ધીરુભાઈએ વખતે ગુજરાત માં રીલાયન્સ સ્વરૂપે નહતા આવ્યા એટલે ઇનકમિંગ અને આઉટગોઇંગ નો પણ ચાર્જ થતો હતો તેથી ખાસ કોઈ પાસે મોબાઈલ પણ હતા નહિ અને હોયતોય ગણ્યા ગાઠયા લોકો પાસે મોબાઈલ હોતો પણ હા; લાલ ડબલાવાલા ફોન કે જેને આપણે પી.સી.ઓ.(પબ્લિક) ફોન કહેતા એવા ઘણા હતા કે જેમાં ‘એક રૂપિયો’ નાખી ૬૦ સેકંડ(૧ મિનિટ) વાત કરી શકાતી એટલે મને યાદ આવ્યું કે મારા શર્ટનાં ડાબી બાજુના ખિસ્સા માં એક રૂપિયો હતો પણ જેવો જ ખિસ્સા માં હાથ નાખવા જાઉં ત્યાજ મગજમાં બીજો વિચાર આવ્યો કે એ….એય ! હાય .. અલ્યા ! એ એક રૂપિયાનું તો હું થોડીવાર પહેલા જ પાણીનું પાઉચ પી ગયો !!! અને હવે ?? હવે તો મારી પાસે એક રૂપિયો પણ હતો નહી હું એક ગુજરાતી કહેવત મા નો નાંણા વગર નો નાથિયો બની ગયો હતો…


મારા પગ ઢીલા થઇ ગયા હતા. મગજ કામ આપતું નહિ શરીરમાંથી તાકાત ઘટી ગઈ હતી પરસેવે રેબ્જેબ હું કોઈ કુલીની માફક બિસ્તરા લટકાવી ફરતો ને મારી નજર કોઈ સારી વ્યક્તિની શોધમાં હતી પણ અજાણ્યો પ્રદેશ હોઈ કોઈ ઓળખે નહિ કોની જોડે હાથ ફેલાવું ઘડીક માં કોઈ કાકા ને જોવું ત્યાં તેમની સામે જતો પણ મારો દેખાવ એટીકેટી હતો.અને હું એક રૂપિયો માગતો હતો ભીખમાં કે આપોને કાકા એક રૂપિયો આપોને માજી મારું વોલેટ પડી ગયું છે ! ત્યારે સામે થી અવાજ આવ્યો કે જો ને લાગે છે તો હીરો જેવો અને એક રૂપિયો માગતો ફરે છે શરમ નથી આવતી.ત્યારે મારી આંખ માંથી રીતસરના ઝળઝળોલીયા આવી ગયા પણ તોય શું કરું મજબૂરી હતી.

એક રૂપિયો માગ્યા વિના છુટકો નહિ વળી કોઈક બહેન , કોઈક ભાઈ કે કોઈક ઉમરલાયક કાકા ને મારી મદદ ઈચ્છતી આંખો શોધતી હતી. ત્યાજ વળી પાછો હુંએજ બસ પાસે આવ્યો હજી બસ ઉપડી નહતી ત્યાજ કંડકટરે પૂછ્યું કે શું થયું ? મળ્યું ? મેં ડોકું નીચું નમાવી ડોક ડાબી-જમણી બાજુ ફેરવી ઇશારામાં નકાર માં જવાબ આપ્યો..! મેં એ કંડકટર કાકા ને કહ્યું કે પાકીટ તો નથી મળ્યું પણ તમે મને પાટણ સુધી લઇ જાવ ત્યાં હું તમને ત્રણ ઘણું ભાડું આપીશ એવી લાલચ પણ મેં કંડકટર કાકા ને આપી પણ મારી ઉમેદ બરનાં આવી…!ત્યારે ડ્રાઈવરે ફરી સલાહ આપી કે ભાઈ ડેપો મેનેજર ને મળ એ કૈક હલ નીકાળશે હું ત્યાં ગયો ત્યાં જાણે કે મારું ઈન્ટરવ્યું લેવાતો હોય તેમ મને મેનેજર ના કેબીન માં બોલાવ્યો મેં તેમને આખી બીના કહી સંભળાવી ત્યારે તેમને મને કહ્યું કે ભાઈ તમે જે જે જગ્યાએ ફર્યા હોય ત્યાં તપાસ કરતા આવો કદાચ પાકીટ મળી જાય ? મેં કહ્યું કે સાહેબ હું જોઇને આવ્યો છું તો એમણે કહ્યું કે ફરી જાવ સામાન અહી છો પડ્યો અને તમે શાંતિ થી શોધો પછી નાં મળે તો મને કહો હું કૈક વ્યવસ્થા કરી આપું છું.


વળી પછી મારી આંખો પાકીટ શોધવા નીકળી…. અને હું જ્યાં જ્યાં ફર્યો હતો ત્યાં ત્યાં ભટક્યો, જોયું, બધે ફર્યો અને અંતે હું પેલા ઓટલા જેવા બાકડા ઉપર કે જ્યાં હું શરુઆત માં જ આવીને બેઠો હતો ત્યાં મેં મારું વોલેટ પડેલુ જોયું મને મારી આંખ ઉપર વિશ્વાસ આવતો નહતો મને થયું કે હમણાં મેં જોયું ત્યારે હતું નહી ને અત્યારે કેવી રીતે આવ્યું ? પણ પછી હું તો રાજી થયો કે હાશ મને મારું વોલેટ મળ્યું મેં ખોલી ને અંદર જોયું તો ફરી હું નિરાશ થયો કેમકે પાકીટ ચોરનારે બધાજ પૈસા પાકીટમાંથી લઇ લીધા હતા અને પાકીટ ખાલી રાખ્યું હતું. પણ પાકીટમાંની બીજી બધી વસ્તુઓ અકબંધ હતી એટલે વળી પાછી આશા બંધાઈ અને મગજ માં વિચારો તો ચાલુજ હતા કે કોઈક દારુડીયાએ પાકીટ લીધું હશે અને પૈસા લઇ ને ફેકી દીધું હશે .

બીજી કઈ ઝાઝી એને ખબર પડતી નહિ હોય તેવું પાકીટની હાલત ઉપર થી લાગતું હતું પણ પાકીટ માના ૭૩૦ રૂપિયા પાકીટ માં હતા નહી . પછી મગજમાં વિચાર આવ્યો કે એ વખતે નવી નવી બેન્કિંગ સિસ્ટમ આવી હતી એટીએમ (ATM)ની અને તરત હું પાકીટમાંનાં મારા ATM ને શોધવા લાગ્યો અને મને એ મળી ગયુ. કારણ કે કે પેલા દારુડીયાએ કે કેને મારું પાકીટ માર્યું હશે તેને ATM ને અડક્યો હતો નહિ તેથ્હી મારા જીવમાં જીવ આવ્યો અને વળી પાછુ મારા મુખ ઉપર ફરી એકવાર હાસ્ય આવ્યું કે જે થોડાક સમય પહેલા ખોવાઈ ગયું હ્તું.

આ સ્ટોરી પણ તમને ગમશે..વાંચવા અહિયા ક્લિક કરો..


ATM ને લઇ ને હું બસ સ્ટેશન ની બહાર નજીક જ ATM મશીન જ્યાં રાખેલ હોય ત્યાં ATM માં ગયો જોઈતા પૈસા ઉપાડી મેનેજર ની ઓફિસથી મારો સામાન લઇ વળી પાછો એજ ઉત્સાહ સાથે પાટણ ની બીજી બસ જુુનાગઢ- ડીસા માં બેઠો ના બેઠો ને વળી પાછો એજ સવાલ આવ્યો કંડકટર કાકા નાં મો માંથી કે ક્યાં ની ટિકિટ કાપું ?તુઆરે થોડીક વાર પહેલા ની આખી ઘટના ફિલ્મ ની ફિલ્લમ પટ્ટી ની જેમ ઘુમવા માંડી ત્યાજ કંડકટરે મારી આંખો સામે ચપટી વગાડી મને કહ્યું કે એય ..! હેલ્લો ક્યાય ની કાપું ટિકિટ ? ત્યારે હું સ્વસ્થ થઈને કહ્યું કે પાટણ-પાટણ અને પછી કંડકટરે ટિકિટ આપી ને કહ્યું એ ૨૫૧ રૂપિયા આપો મેં એમને ૩૦૦રૂપિયા આપ્યા અને મને એ કહે ; કે, ભાઈ છે… કે.. “એક રૂપિયો છુટ્ટો” ? અને વળી પાછુ મને પેલું પાઉચ ,પેલા શર્ટ ની ડાબી બાજુના ખિસ્સામાં નો રૂપિયો યાદ આવ્યો કે ….કે વારુ કેવું પડે હો …એક રૂપિયો એક રૂપિયો , આપોને કાકા,આપોને માજી.. નું મારુ જ ચિત્ર મારી સામું ખડું થઇ ગયું કે કેવીરીતે અને કેવી મજબુરી માં માગ્યો હતો એક રૂપિયો …. એક રૂપિયો… એક રૂપિયો….


આજે તો સુવિધાઓ વધી હોવાના પરિણામે આવી પરિસ્થિતિ નું નિર્માણ ભાગ્યેજ થાય પણ આજે ય જ્યારે જ્યારે હું લાંબી મુસાફરી એ નીકળું એટલે મને અચૂક આ ઘટના યાદ આવી જાય છે અને એટલે જ આજ પણ હું હવે થી બધા જ પૈસા એક જગ્યાએ રાખવાની જગ્યાએ અલગ અલગ જગ્યાએ પૈસા ની વ્યવસ્થા છુપી રીતે કરી લવ છું.
લી.
સોલંકી રામકૃષ્ણ
ઉર્ફ (બંદો )


નમસ્કાર વાચક મિત્રો મારો આ કલમ જગત માં પહેલું ખેડાણ છે તો સમય અનુકુળતાએ આ લઘુકથા વાચી આપને મારું લખાણ શૈલી કેવી લાગી એનો ટુક માં કોમેન્ટ માં જવાબ જરૂર આપજો અપનો એક અભિપ્રયા અમારા માટેપ્રેરણા નો ધોધ સમાન બની રહેશે આ લઘુ કથા એ મારા વિદ્યાર્થી કાળ નો મારો એક રોમાંચક અનુભવ છે સત્ય ઘટના જે મારી સાથે બનેલી એ અહી આલેખી છે. જો તમને આ લઘુ કથા ગમે તો લાઈક કરજો અને મિત્રો સાથે જરૂર થી શેર કરજો.. તમારું ર્ક નાનકડું યોગદાન અમારા માટે પ્રેરણા ના ધોધ સમાન છે .તો આપનો અમૂલ્ય સુજાવ અને પ્રતિભાવો જરૂર આપજો… આખી લઘુ કથા વાંચવા બદલ આભાર … સર્વે સ્નેહી ને મારા સાદર પ્રણામ…

Leave a Reply