કોફી થી ચા સુધીની સફર (ભાગ-3)

( આગળના ભાગમાં આપણે જોયું કે, ચાહત અને આરીફના નવા નવા પ્રેમ ના દિવસો ખૂબ સારા ચાલતા હોય છે, ચાહત ખૂબ ખુશ હોય છે એવામાં જ ખુશીને નજર પણ લાગી જાય છે. આરિફની બહેન ચાહતની મમ્મીને ચાહત અને આરીફ વિશે કહી દે છે.)

ચાહતની મમ્મીને આ વાતની જાણ થતા તેઓ ખૂબ ગુસ્સો કરે છે ચાહત પર અને એને ખૂબ ખીજાય છે. ચાહત થોડું સહન કરી લે છે ને વિચારે છે કે, ભલે થોડું ખીજાય મમ્મી એ મારી પાસે કંઇ આવી અપેક્ષા તો ન જ રાખી હોય ને. ચાહત પાસેથી એનો ફોને પણ લઈ લેવામાં આવે છે. પણ, ચાહત મનથી એકદમ મક્કમ છે કે જેની સાથે મે આટલી બધી વાતો કરી, જેને મે આઈ લવ યૂ કહ્યું હવે એ માણસની જગ્યા હું બીજા કોઈને નહિ જ આપું. અને ચાહત વિચારે છે કે મે જ તો અલ્લાહ પાસે દુઆ કરી હતી કે મને કોઈ પ્રેમ કરવા વાળો છોકરો મળે, હવે જે મને મળ્યો છે એને હું ખોવા નથી માંગતી.

આવા બધા ટેન્શન વચ્ચે પણ ચાહત અને આરીફ વેલેન્ટાઈન ડે મા ભેગા થાય છે અને બંને એકબીજાને પોતાના પ્રેમ સ્વરૂપે નાની ગિફ્ટ પણ આપે છે. ચાહતની મમ્મી તો ચાહતની ઉપર રોજ ગુસ્સો કરતા અને ચાહતને ખૂબ દુઃખી કરતા. પણ ચાહતની સૌથી વધુ દુઃખની વાત એ હતી કે આરીફ પણ ચાહતને સપોર્ટ કરતો ન હતો.

આરીફનું ફેમિલી તૈયાર હતું ચાહત અને આરીફના લગ્ન માટે અને આરીફના મમ્મી અને બહેને ચાહતની મમ્મી સાથે પણ વાત કરી. પણ ચાહતના પપ્પા ન હોવાથી ચાહતની મમ્મી કોઈ નિર્ણય લઈ શકતા ન હતા. ચાહત અને આરીફના ફેમિલી વચ્ચે ખૂબ ઝઘડા થતા. અને આ ઝઘડાનું એક જ કારણ હતું કે, ચાહત અને આરીફનો પ્રેમ.

ચાહતે ફરી એકવાર એના ફેમિલી સામે એની અને આરીફના લગ્નની વાત રજૂ કરી. ચાહતને એના એક કઝીને પણ ના પાડી દીધી. ત્યારબાદ ચાહતે એના અંકલને પણ બધી વાત કરી અને બધું કહ્યું પણ એના અંકલે પણ ના પડી દીધી અને ચાહતે પૂછ્યું શું કામ .??? તો એના અંકલે કહ્યું બસ ફેમિલી ખરાબ છે.

ઘણી વખત એવું થતું કે, ચાહત અને આરીફ ફોનમાં વાત કરતા હોય કે મેસેજ પર વાત કરતા હોય તો ચાહત ઘણી વાર પકડાઈ ઘરે વાત કરતા પકડાઈ જતી. ત્યારે એના મમ્મી આરીફ સાથે વાત કરતા અને એને પૂછતા કે શું કામ વાત કરો છો..????

( તો શું જવાબ આપતો હશે આરીફ…???? ચાહત માથે બધું નાખી દેશે કે…??? પોતાની માથે થોડું લેશે…???? કે કંઇ જ જવાબ નહિ આપે..???? કે ફોન જ કાપી નાખશે..???? આ દરેક સવાલના જવાબ મેળવવા માટે મારી સાથે આસફરમાં જોડાયેલા રહો અને સફરની મજા માણતા રહો.)

Leave a Reply