નફરત થી પ્રેમ સુધી (ભાગ-5)

 રીતુ ને આમ ચિંતા માં જોઈ અને કૃતિ એની સાથે ન દેખાતા સમીરે પૂછ્યું, “શુ થયું? કેમ આમ જલ્દી માં છે અને કૃતિ ક્યાં છે?”      

“તમને શુ છે? તમે તમારું કામ કરો અને તમારે અમારા માં બોલવાની જરૂર નથી.” રીતુ ગુસ્સા માં બોલી.      

રીતુ ના આવું બોલવા પર સમીર ને ખોટું લાગ્યું. પણ તે કાંઈ કહી શકે તેમ નહોતું કારણ કે તે જાણતો હતો કે આવું થવા પાછળ તે પોતે જ છે.      

તો પણ તેણે ફરીથી પૂછ્યું, “શુ થયું છે?  કૃતિ ક્યાં છે? તું કાંઈ વધારે ચિંતા માં લાગે છે.”       

“આ બધું જે થાય છે એ તમારા લીધે થાય છે, તો સારુ રહેશે કે તમે વાત ના કરો. મારે કૃતિ ને શોધવી છે. હું જાઉં છું.” કહીને રીતુ કૃતિ ને શોધવા ગઈ.        

સમીર ને આ સાંભળીને ખુબ જ દુઃખ થયું. પણ તે કાંઈ કરી ના શક્યો.          

રીતુ એ કૃતિ ને આખી કોલેજ માં શોધી પણ તે ક્યાય ન મળી. પછી તેણે કૃતિને ફોન કર્યો પણ કૃતિ નો ફોન બંધ હતો. રીતુ ને કાંઈ ના સમજાયું તેથી તેણે કૃતિ ના મમ્મી ને ફોન કર્યો. જાણવા મળ્યું કે કૃતિ તો તેના ઘરે જ છે.       

રીતુ કાંઈ સમજી ના શકી કે આમ અચાનક તે ઘરે કેમ જતી રહી. તે વિચારતા વિચારતા ચાલતી જ હતી કે તેને ફરીથી સમીર મળ્યો.       સમીરે પૂછ્યું, “કૃતિ મળી? ”       

“મેં તમને કીધું ને કે અમારા માં તમે ના બોલો. તો પણ કેમ તમે વારંવાર પૂછ્યા કરો છો. અને કેમ કૃતિ નું જ પૂછો છો હાથ ઉઠાવતા તો કાંઈ વિચાર્યું જ નહોતું. જે હોય તે હું જાઉં છું. મને તમારી સાથે વાત કરવામાં કોઈ રસ નથી.” આટલુ કહી રીતુ કૃતિ ના ઘરે જવા નીકળી.        

સમીર દુઃખી થયો અને વિચારતો હતો કે સાચે જ આ બધું એના લીધે જ થાય છે.          

રીતુ કૃતિ ના ઘરે પહોંચી. જોયું તો કૃતિ કાંઈ વિચાર માં ખોવાયેલી હતી. તે કૃતિ ને બોલાવે છે પણ કૃતિ વિચારમાં એટલી ખોવાયેલી હોય છે કે તેને ધ્યાન જ નથી હોતું કે કોણ આવે છે અને કોણ જાય છે.    

રીતુ ને બધું અજીબ લાગ્યું. તે કૃતિ સાથે વાત કરવા ઇચ્છતી હતી પણ આવી હાલત માં તેને કૃતિ સાથે વાત કરવું ઠીક ન લગતા તે પછી પોતાના ઘરે જવા નીકળી.        

સમીર ને હવે કાંઈ સમજાતું નહોતું કે શુ કરવું. ના કોઈ મિત્ર ના કોઈ વાત કરવાવાળું. બસ એ અને એના વિચારો. હવે તો એનો સાથ આપવાવાળું કોઈ હોય તો એ હતો એનો ફોન.આખો દિવસ તે એના ફોન માં રહેતો. કોલેજ જવાનુ પણ એને મન નહોતું થતું. ઘરે જ રેહવું અને આખો દિવસ ફોન જોવો એ જ એની દિનચર્યા થઇ ગઈ હતી.  

કોઈ એને કોલેજ જવાનુ કહે તો પણ એને ગુસ્સો આવતો. ખબર નહિ એને કોલેજ થી નફરત થઇ હતી કે પોતાનાથી જ નફરત થવા લાગી હતી હતી.        

થોડા સમય પછી સમીર ને કાર્તિક નામે એક મિત્ર બન્યો. એ પણ એને સમજાવીને થાક્યો કે એ કોલેજ જશે તો એનું મન લાગશે. પણ સમીર તો એના પર જ ગુસ્સે થઇ જતો.        

ઘરમાં રહેવાથી અને કોઈની સાથે ન બોલવાથી એની તબિયત પણ બગડતી જતી હતી. પણ તે કોઈની વાત સાંભળવા તૈયાર જ નહોતો.        

કાર્તિકે તેને કહ્યું, “તું આમ રહીશ તો કાંઈ નહિ થાય. તું કોલેજ જા અને તને જો તારી ભૂલ ખબર પડી હોય તો કૃતિ ની સામે માફી માંગી લે. કદાચ એ માફ કરી દે.”       

 સમીર ને કાર્તિક ની વાત સાચી લાગી. તેણે બીજા દિવસે કોલેજ જવાનુ વિચાર્યું.                   

Leave a Reply