પ્રેમ

       ‘પ્રેમ’ શબ્દ કેટલો શાંત લાગે બોલવામાં. તેટલો જ તે ખતરનાક હોય છે. લાગણીમા બસ ગુથાતો જાય છે.  કોઈ પાત્ર મળવું જોઈએ તેમને તેના વિચારો મુજબનું. એટલે પછી તેની વહેતી લાગણી શરૂ. ખરેખર આ શબ્દ જેટલો સરળ છે તેટલો સરળ નથી. તે શબ્દો પર જો ભાર મુકવામાં આવે તો ખ્યાલ આવે કે આ પ્રેમ શબ્દ સૌથી મુશકેલ હોય છે.  પછી તેની સાથે કોઈ પણ સંબધ જોડાતો હોય. જરૂરી નથી પ્રેમ ખાલી બે વ્યકિતનું જ મિલન હોય છે.  પ્રેમ તો એવા કેટલા બધા સંબધોની કડી છે તે એકવાર જોડાઈ ગઈ પછી તુટી ના શકે. 

        અહીં હું છોકરા અને છોકરીના પ્રેમની વાત કરું છું. લોકો કહે છે પ્રેમ આધળો હોય છે. તે જોયા વગર બસ થઈ જાય છે.  જો વિચારીએ તો એ વાત થોડીક સાચી છે.  પ્રેમ જેટલું જોવે તેટલું કોઈ નહીં જોતું હોય. પહેલાં તે તેનું મનપસંદ પાત્ર ગોતે.  જો તેને યોગ્ય લાગે તો તે દિલને તડપાવવાનું શરૂ કરી દેઇ. એમાં પણ દિલનું તડપવું એટલે સૌથી ખતરનાક જિંદગીનો ખેલ.  દરેક પળે હારવું, થાકવું, હાફવું ને પછી જયારે દિલને ખબર પડે કે આ જ પ્રેમ છે ત્યારે વિચારો વચ્ચે મનને ફસાવું.  શું તેના મનમાં પણ આ ફીલિંગ હશે..!!ને નહીં હોય તો…!! હું તેને કંઈ કહીશ ને તે ખરાબ સમજશે તો…..!!!ના મનની વાત મનમા રાખવા કરતા કહી દેવી સારી. આ બધા  વિચારો વચ્ચે જે દિલની તડપ હોય છે તે મહેસુસ થવી મતલબ પ્રેમની કસોટી થવી.  હજું તો શરૂઆત જ કહેવાય પછી જયારે ઇતજહાર થઈ જાય ને બંને બાજું પ્રેમની લાગણી સરખી જ હોય પછી જે ખેલ થાય તે ખરેખર અજીબ હોય છે. 

        મારા વિચારો મૂજબ બધાએ એકવખત તો પ્રેમ કરવો જ જોઈએ તે પણ કંઈ વિચાર્યા વગર. પછી તેનું પરિણામ શું છે તેની ચિંતા ના કરવી જોઈએ ને જો ચિંતા થાય તો પ્રેમથી દુર રહેવાની કોશિશ કરવી જોઇએ. કેમકે એકવાર પ્રેમ થઈ ગયા પછી તેનો રોકવો કન્ટ્રોલ બહારની વસ્તુ છે. શરૂઆત ભલે લાગણી અને આકર્ષણથી થતું હોય પણ જો તે લાગણી સાથે પ્રેમ શબ્દો જોડાઈ જાય એટલે પછી સમજો કે તે તમને તમે જેવા છો તેવા નહીં જ રહેવા દેઈ.  દિલથી, મનથી, શરીરથી ને વિચારો બધાથી જ બદલી દેઇ છે.  માનો તો પ્રેમ એક ખુબસુરત લાગણીનો અહેસાસ છે. પણ જો વિચારો તો તે ખરખરીની એક રમત છે.  જે રમતનો દાવ આપતા કયારે હારી પણ જવાઈ ને કયારેક જીતી પણ જવાતું હોય છે.

       આમ તો પ્રેમની સફર શરૂ ગમે ત્યાંથી થઈ હોય પણ જયારે તે અધવચ્ચે પહોંચે ત્યારે જે લાગણી અને અહેસાસ મસેસુસ થાય છે તે સૌથી ખુબસુરત પળ હોય છે.  એટલે જ કહું છું જિંદગીની આ ખુબસુરત પળને એકવાર બધાએ જીવવી જોઈએ. તે અહેસાસ, તે તડપ, એકબીજાના હોવા ના હોવાનો અહેસાસ આ બધું જ મહેસુસ કરી તે પળને મન ભરી માણી લેવાનીને પછી તે બધી જ પળોને દિલના એક ખુણામાં હંમેશા માટે યાદ બનાવી સજાવી દેવાની.  કેમકે અહીં 25% લોકોને જ તેમનો પ્રેમ મળે છે. બાકી તો પ્રેમ અધુરો જ રહી જાય છે.

        પ્રેમ જો પુરો થઈ ગયો તો પછી કોઈ પ્રોબ્લેમ નથી. પણ કદાચ તે અધુરો રહી જાય તો પછી જિંદગી રમત જરૂર રમી જાય છે. કંઈ રીતે અધુરો રહે છે તે તો બધા જાણે જ છે.  બે લોકો વચ્ચેની ગલતફેમી આ તો ફેમિલી પ્રોબ્લેમ. આ બે રિઝન હંમેશા જવાબદાર હોય છે. છતાં પણ કહેવા વાળા એજ કહે છે દિલ તુથટી ગયું. પણ ખરેખર વિચારો તો દિલ કોઈ કાશનું નથી કે તુટી જાય. કિસ્મતમા તે બંનેનું મળવું શકય ના હતું.  એટલે શકય બંને ત્યાં સુધી પ્રેમ કરો અને જો તે તુટે તો તેને કયારે દિલ પર નહીં લેતા. હા પ્રેમ અને દિલને જોરદાર કનેક્શન હોય છે. પ્રેમ વિખેરાઈ એટલે સૌથી ખરાબ હાલત દિલની જ હોય છે.  પણ  એકવાત વિચારો પ્રેમ અને દિલનું કનેક્શન જબરદસ્ત છે તો જયારે દિલ તુટે ત્યારે પ્રેમ કેમ નથી તુટતો…??તે એકને છોડી બીજા સાથે થાય જ છે ને..!

પ્રેમનું આજીબ કાર્ય જો સમજવા જ્ઈ્એ તો સમજાય નહીં એટલે વિચારોથી દુર કરી પ્રેમને ખાલી જીવતાં શીખો.
nicky Tarsariya

Leave a Reply