માસી ના જલ-પત્ર 4

30-8-2020
જલ-પત્ર 4
કેમ છે દિકું! ઘણી વાર મને પણ થઈ કે કાશ હું તારા જેવડી થઈ જાવ, મારા રડવા પછાડનું કારણ કોઈ બીજું શોધે કોઈ બીજાને ચિંતા હોય કે મે ખાધું છે કે નહીં, ખાલી ખાવું અને સૂતું રહવું જ મારી જરૂરિયાત હોય, નહીં સ્માર્ટ ફોન કે નહીં કોઈ બકેટ લિસ્ટ જે પણ જગ્યા એ જાવ બધી નવી એકદમ અવિસ્મય ! મહિનો પૂરો થવાનો તને ટૂક સમયમાં, કોઈ માનવા તૈયાર નથી જલ કે મહિના દિવસ નું બાબુ હળતી વસ્તુઑ જોયા કરે, મે તારા નાના-નાની ને કીધું તો કહે એક મહિના ના બાળક ની નજર છેક એટ્લે બધે ના પોહચે પરંતુ મે જોયો છે તને ચુનરી પકડવા હાથ ઉપર નીચે કરતાં તારી નેપિજ ઊડતી હોય એ હલતા એકીટસે જોયા કરતો એ લોકો પણ જોસે ત્યારે જ માનસે હેને ?
કેટલું ક્લીન બેબી છો ખબર છે તું જરા પણ ગંદો થઈ ગયો હોય એટ્લે ભેકવાનું ચાલુ! કેટલું તીખ્ખુ રડે યાર તું અમે જ્યાં સુધ કોઈ ક્લીન કરે ત્યાં સુધી ભેંકયા જ કરવાનું એ સિવાય આપણે માસી નું ગુડ બેબી, ચાર-ચાર કલાક મારી પાસે રમે કરે તું ઓર તેરી કીલર સ્માઇલ હાય…
તને મળવા આવું પણ પછી ના જઈ શકું તારા માં જ થોડી હું રહી જાવ છુ તારા સુરત પર મારી નજર, તારા હાથ માં મારૂ ધબકતું હ્રદય છોડી ને જાવ છુ. સાથે લેતી જાવ છુ તો બસ મારા મન માં તારા વિચારો અને મારા હોઠો પર રમતું તારું નામ ‘જલ’
જલમાતાની પરીક્ષા પણ હમણાં કાલ થી જ ચાલુ થવાની છે તારા વિના બે કલાક રહવું એના માટે ખૂબ જ અઘરું પડવાનું છે તું તો કદાચ એ સમયે સૂતો રહીશ, તારા ખોરાક નો એકમાત્ર સ્ત્રોત પણ જલમાતા તો છે અઘરું પડશે પણ થઈ જાશે ! બધુ જ !
માસી ના પ્રેમ ભરેલા જલ પત્ર

Leave a Reply