લગ્નના સુખથી દુઃખની સફર ( અંતિમ ભાગ – 5)

” લગ્નનું સપનું સપનું બનીને જ રહી ગયું…..
લગ્ન મંડપ સુધી પહોંચીને પણ મંડપ મુહર્ત રહી ગયું…
ખુશી હતી પણ ખુશીમાં જુમવાનું જ રહી ગયું….
કંકોત્રી તો હતી જ પણ લગ્ન લખવાનું રહી ગયું…
જાન તો આવી પણ જાન નો ઉમંગ રહી ગયો…
પોખ્યા તો ખરા જમાઈને સ્વાગત કરવાનું રહી ગયું…
વરરાજા તો આવ્યા સાથે હસી લાવવાનું ભૂલી ગયો…
વધુ તો આવી મંડપમાં પણ ચેહરા નો નિખાર રહી ગયો..
લગ્ન તો લેવાયા પણ લગ્નનું ચોઘડિયું રહી ગયું…..
વિદાય તો દીધી પણ દીકરીનું સુખ જોવાનું રહી ગયું…
સાસરે તો પહોંચ્યા પણ પગલાં પાડવાનું રહી ગયું…
હું સાસરે તો આવી પણ મારું સ્વાગત રહી ગયું….
બધા ખુશ દેખાયા પણ લક્ષ્મી માટે ઘર સજાવટ રહી ગઈ..
બધી વિધિ તો ન થઈ શકી એક વિધિ પણ બકી રહી ગઈ..
સાસરે બધાંને ગમતી એક જ વાર રમાતી અંગુથીની વિધિ
પણ રહી ગઈ…..”

( આપણે આગળના ભાગમાં જોયું કે, માહી અને વિરાજ બંને ઘરે વાત કરવા જાય છે. પણ વિરાજના પપ્પાના જવાબથી બંને ખૂબ દુઃખી થાય છે. આથી વિરાજ વિચારે છે અને ઘરે કહે છે હું અલગ રહેવા જતો રહીશ. આ વાત સાંભળીને પણ એના મમ્મી પપ્પાના સવભવમાં કોઈ પરિવર્તન આવતું નથી. અને લગ્ન વહેલા લેવાનું નક્કી થાય છે.)

ભાગ -૪ અહીયા ક્લિક કરીને વાંચો..

માહી પણ વિરાજની વાતમાં એને સપોર્ટ કરે છે કારણકે માહીને પણ એના થવા વાળા સાસુ સસરાનો આવો ખરાબ સવભાવ જરા પણ ન ગમ્યો. આથી,માહી અને એના ઘરના સપોર્ટ કરે છે. પણ કહેવાય ને ” સ્વાર્થી માણસોની કોઈ સીમા નથી હોતી.” બસ વિરાજના મમ્મી પપ્પાએ પણ એવું જ કર્યું. લગ્નમાં હાથ ઊંચા કરી દીધા મારી પાસે પૈસા નથી. આથી, માહીના પપ્પાએ બધું વિરાજ સાથે મળીને નક્કી કર્યું અને લગ્નને હજુ થોડા દિવસની વાત હતી માહી અને વિરાજબનને ઘર શોધતા હતા તો વિરાજને લાલચ આપી કે તું માહીને મનાવી લે જો તમે ભેગા રહેશો તો રિસેપ્શન કરશું.

આવા મમ્મી પપ્પા કોણ હોય જે પોતાના સ્વાર્થ માટે પોતાના દીકરાને પણ ડંખ મારવાની નથી ભૂલતા. અરે કહેવાય છે કે ” ડાયન પણ સાથ ઘર છોડીને વાર કરે.” અને આ તો મમ્મી પપ્પા થઈને પણ ડંખ મારે છે. વિરાજ એ ઘણી કોશિશ કરી માહીને મનાવવાની પણ માહી એકની બે ન થઈ.

વિરાજના મમ્મી પપ્પા સમજી ગયા કે, માહી નથી માનતી એટલે બંને અલગ થઈ જશે તો લોકોને જવાબ શું આપવો…???? આથી એ લોકો માહીના ચરિત્ર પર પ્રહાર કર્યો, કારણકે વિરાજ અને માહી એકબીજાને લાંબા સમયથી ઓળખતા ન હતા આથી, વિરાજ એના ઘરના ની વાતમાં આવી પણ ગયો.

વિરાજના મમ્મી પપ્પા એ વિરાજને કહ્યું કે માહીને ઘણા બધા છોકરાઓ સાથે બોલે છે, ઘણા એના ભાઈઓ છે એની બહેનના પણ ફ્રેન્ડ્સ માહીને ઓળખે છે તો તું ક્યારેક ઘરે નહિ હોય ને કોઈ આવ્યું તો શું કરીશ..???? આવું કહીને વિરાજને અલગ જતા રહેવા પર રોક્યો અને રિસેપ્શન કરાવશું એવું પણ કહ્યું આથી, વિરાજ અને માહી માની ગયા.

Advertisement

લગ્નનું બધું નક્કી થઈ ગયા પછી પણ તકલીફો ઓછી નથી થઈ. લગ્ન બહુ ટુંક સમયમાં લેવાયા હોવાથી માહીના ઘરના કોઈ રસમ ન કરી શક્યા અને વિરાજના ઘરના એ તો લગ્નમાં ખાલી મેહમાન બનવાનું જ નક્કી કર્યું હતું. ઘરમાં એક પણ રસમ ન થઈ, માંડવો ન બંધાયો, અરે, કેમેરામેન પણ વિરાજના ઘરના એ રાખવો ન હતો, એ પણ વિરાજ ખૂબ રોયો પછી રાખવામાં આવ્યો.

વહુ આવવાની ખુશીમાં કોઈ રોશની પણ ન કરવામાં આવી, ઘર સજાવવામાં ન આવ્યું, જાન પણ કાઢવામાં ન આવી, મેહમાન બનીને લગ્નમાં આવ્યા અને એક કામ કરવા માટે છોકરી લઈ જતા હોય એમ લઈ ગયા. અને એવી તો શું દુશ્મની દીકરા વહુ સાથે કે જિંદગીમાં એક વાર થતી રસમ દૂધમાંથી અંગૂઠી ગોતવાની એ પણ ન કરાવી. અને લગ્ન પછી કોઈ રિસેપ્શન પણ ન કરવામાં આવ્યું. ગુજરાતીમાં કહેવત છે ને કે, ” છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય પણ, અહીંયા ઊંધું છે છોરું કછોરું ન થાય પણ માવતર કમાવતર બની ગયા.” એવી તો કેવી સ્વાર્થની નીતિ કે આવનારી વહુને પણ આવકારવાની પડી નથી.

ભગવાન કરે માહી જેવા સાસુ સસરા કોઈને ન મળે, પણ હા વિરાજ જેવો છોકરો દરેકને મળે જેણે બધી પરિસ્થિતિમાં માહીને સાથ આપ્યો અને લગ્ન પણ કર્યાં. પણ માહીને શું વાંક આવી પરિસ્થિતિ ભગવાન કોઈની જિંદગીમાં ન બતાવે.

દરેક છોકરીના અને છોકરાના બહુ સપના હોય છે લગ્નને લઈને સગાઈ પછી એ લોકો દિવસ રાત એના સપનાને આકાર દેતા હોય છે. તો મારી દરેક માતા – પિતાને નમ્ર વિનંતી છે કે,ક્યારેય પોતાના ઘરના ઝઘડાના લીધે કોઈ છોકરી કે છોકરો દુઃખી ન થાય એના સપના ન તૂટે એ બધું ધ્યાન રાખજો. અને ક્યારેય એવું ન માનતા કે પોતાની દીકરી જ લક્ષ્મી છે આવનારી વહુ કે બીજાની દીકરી પણ લક્ષ્મી જ છે. તો એને પણ ક્યારેય દુઃખી ન કરો. માહી અને વિરાજને જે પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો એ દરેક લગ્ન કરેલા વ્યક્તિ અને લગ્ન સપના જોતા વ્યક્તિ જ સમજી શકે.

( આ વાર્તા સત્યઘટના પર આધારિત છે. આપ સૌ મારી સાથે આ સફરમાં જોડાયા મને ખૂબ આનંદ થયો. મારી એવી ઈચ્છા છે કે, વધુને વધુ લોકો મારા આ સફરમાં જોડાય. તો જો તમને મારી આ વાર્તા ગમી હોય તો વધુને વધુ લોકો સુધી પહોંચે એવી કોશિશ કરજો. ખૂબ ખૂબ આભાર દરેક વાંચકોનો મારી આ સફરમાં સાથ આપવા માટે ટુંક સમયમાં જ નવી સફર અને નવી વાર્તા લઈને તમારી પાસે આવીશ.

(અસ્તુ)

Leave a Reply