લગ્નના સુખથી દુઃખની સફર (ભાગ-1)

લગ્ન એટલે એવું બંધન જે બાંધવાથી અનન્ય સુખ મળે અને ખુશી તો છોકરો હોય કે છોકરી બંનેને અપરંપાર ખુશી હોય. કારણકે લગ્નને લઈને બંને એ અઢળક સપના સજાવ્યા હોય છે. છોકરા તો અમુક સગાઈ પછી પણ સપના સજાવે, પણ છોકરીઓ એને તો સમજણ આવે ત્યારથી એ લગ્નના પ્રસંગો જોઈ જોઈને પોતાના અલગ સપના અને દુનિયા બનાવી લેતી હોય છે. અને એ જેમ જેમ મોટી થાય એમ ભણે અને સાથે સાથે લગ્નના સપના પણ જોતી હોય છે અને દરેક છોકરીનું સપનું હોય છે કે એના લગ્નનો પ્રસંગ કંઇક અલગ થાય અને બધે ખુશીઓ ફેલાય જાય. પણ આ શું આ વાર્તાનું નામ કેમ આવું છે…????? કોના લગ્નમાં એવું થયું હશે કે લગ્નનું સુખ દુઃખની સફર બની ગઈ….???? તો મિત્રો ચલો આપણે પણ આ દુઃખભરી સફરમાં જોડાઈને એનું દુઃખ વહેંચી લઈએ.

આ વાર્તા સત્ય ઘટના પર આધારિત છે.ખાલી નામ જ કાલ્પનિક લેવામાં આવેલ છે. અને આ વાર્તામાં એવું દર્શાવવામાં આવ્યું છે કે કોઈ એક છોકરી એના લગ્નને લઈને જે સપના જોવે છે, જે વિચારે છે, અને એની સગાઈ પછી પણ બંને જે ધારે છે, અને જે નક્કી કરે છે. એ બધું જ કંઇ રીતે એક ઘટનાથી દુઃખમાં પરિવર્તિત થઈ જાય છે. એ દરેક બાબત આ વાર્તામાં આવેલી છે. તો મિત્રો આપ સૌ મારી સાથે આ સુખથી દુઃખની સફરમાં જોડાઈને મને યોગ્ય પ્રોત્સાહન અને સાથ સહકાર આપો એવી મારી નમ્ર વિનંતી છે.

“તમે મારા હાથ પીળા તો કરાવશો ને મા ????
તમે મારી માટે તમારી જેવો મુરતિયો શોધશો ને પિતા…???
તમે તમારી જેવી જ મા શોધશો ને મા…???
તમે આપણા ઘર જેવું જ ઘર શોધશો ને…???
તમે તમારી જેમ મને સાચવે એવા જ ઘરના શોધશો ને..?”

Advertisement

માહી જે નાનપણથી કોઈના લગ્નમાં જાય એટલે બધાનું જોઈને હંમેશા વિચારતી કે હું પણ કંઇક ગૂગલ પરથી જોઈને જાણીને કંઇક અલગ કરીશ. અને જેમ જેમ મોટી થતી ગઈ એમ એમ એના સપના પણ ઊંચી ઉડાન ભરવા લાગ્યા. દિવસેને દિવસે એ એના પપ્પા મમ્મી સાથે લગ્નને લઈને વાત કરતી. કારણકે એના મમ્મી પપ્પા એના બેસ્ટ ફ્રેન્ડ હતા. એટલે માહી હંમેશા કહેતી પપ્પા મારા લગ્નમાં સારો ખર્ચો કરજો એને ખૂબ ધામધૂમ કરજો. અને કેવી રીતે કરવા ક્યાં કરવું શું પેહરવું એ બધું વિચાર્યા કરતી અને કંઇક અલગ કરવાના જ વિચારો કરતી. અને સાથે ભણવામાં પણ એટલું જ ધ્યાન આપતી.

માહી એક સંસ્કારી અને મધ્યમવર્ગની છોકરી છે. અને બી.કોમ ભણીને એના ઘરના એની માટે છોકરો શોધે છે. થોડા ઘણા છોકરા જોયા બાદ માહીને એક છોકરો ઘણો પસંદ આવે છે. અને છોકરાને પણ માહી પસંદ આવે છે. અને બંનેનું નક્કી થઈ જાય છે. છોકરાનું નામ વિરાજ હોય છે. વિરાજ અને માહીની વાત નક્કી થઈ જાય છે. અને બંને ખૂબ ખુશ હોય છે. માહિનું નક્કી થતાં જાણે માહીના સપનાને તો પાંખો મળી ગઈ હોય એમ માહી ખુલ્લા આકાશમાં ઉડવા લાગી. જોકે, માહી બહુ ખુશનસીબ હતી કે જેમ માહી એના લગ્નને લઈને ખૂબ ઉત્સાહિત હતી એમ જ સામે વિરાજ પણ એના લગ્નને લઇને માહીની જેમ જ ખૂબ ઉત્સાહિત અને ખૂબ ખુશ હતો. પછી તો શું “સોને પે સુહાગા” જેવું થયું. બંને એ સાથે મળીને પેહલા સગાઈના. સપના જોયા. અને એ ખૂબ સરસ રીતે થઈ પછી બંને એ સગાઈથી લગ્નના ગાળામાં લગ્નના સપના જોયા, શું ખાસ કરવું..??? શું અલગ કરવું…???? આવું ઘણું બધું વિચાર્યું હતું. પણ,વિચાર્યું હોય એવું ક્યારેય થતું નથી, પરંતુ આટલું ખરાબ બને એવી પણ કોઈની કલ્પના નથી હોતી.

એવું તો શું બન્યું હશે .. ????? કેમ એણે વિચાર્યું એવું નહિ થયું હોય….???? એટલું તો શું ખરાબ બન્યું હશે…???? અને કંઇ કલ્પના ન હતી એવું તો શું થયું હશે…???? આ દરેક સવાલના જવાબ મેળવવા વાંચતા રહો. અને મારી આ સુખથી દુઃખની સફરમાં જોડાયેલા રહેજો.

ક્રમશ:

Leave a Reply